Sunday, December 11, 2022

સુખવિંદર સિંહ સુખુ આજે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પદના લેશે શપથ, કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહેશે

સુખવિંદર સિંહ સુખુ આજે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. શપથવિધી પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ શિમલા પહોંચી રહ્યા છે.

સુખવિંદર સિંહ સુખુ આજે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પદના લેશે શપથ, કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહેશે

પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ સુખુ

હિમાચલ પ્રદેશને આજે નવા મુખ્યપ્રધાન મળશે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં મુખ્ય પ્રધાન પદ માટે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપવામાં આવી છે. સુખવિંદર સિંહ સુખુ હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન પદ આજે શપથ ગ્રહણ કરશે. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ શિમલા પહોંચી રહ્યા છે. શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા અધવચ્ચે છોડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 40 બેઠક જીત્યા બાદ પણ, કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં આગામી સરકાર રચવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. કારણ કે હિમાચલપ્રદેશના મુખ્ય પ્રધાન કોણ બને તે મુદ્દે બે જૂથમાં ખેંચતાણ સર્જાઈ હતી.

ગઈકાલ શનિવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં સુખવિંદર સિંહ સુખુને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ચિત્ર સ્પષ્ટ થયું. તેમજ નક્કી કરવામાં આવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત મુકેશ અગ્નિહોત્રીને હિમાચાલ પ્રદેશના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ પણ મુખ્યપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ હવે પ્રતિભા સિંહ કહેવું છે કે તેઓ પાર્ટી નેતૃત્વ અને વિધાનસભા પક્ષના નિર્ણયથી સંતુષ્ટ છે અને બધા હિમાચલ પ્રદેશના લોકો માટે સાથે મળીને કામ કરશે.

મુખ્ય પ્રધાન તરીકે નામ નક્કી કરાયા બાદ સુખવિંદરે શું કહ્યું?

કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકો દ્વારા હિમાચલ પ્રદેશના નવા મુખ્ય પ્રધાન તરીકે નામ આપવામાં આવ્યા બાદ સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું હતું કે, હું અહીં ‘દિલ જીતવા’ અને મારી પાર્ટી દ્વારા કરવામાં આવેલા તમામ ચૂંટણી વચનો પૂરા કરવા આવ્યો છું. હું એક સામાન્ય પરિવારમાંથી આવુ છું અને મારી રાજકીય કારકિર્દીની શરૂઆત 17 વર્ષની વયે પાયાના સ્તરેથી કરી હતી. મને આ જવાબદારી આપવા બદલ હું સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો આભાર માનુ છું અને રાજ્યના લોકોનો તેમના સમર્થન માટે આભાર માનું છું. હિમાચલ કોંગ્રેસમાં સુખુનું કદ મોટું છે. તેઓ ચાર વખત ધારાસભ્ય રહ્યાં હતા અને કોંગ્રેસની રાજ્ય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પણ રહ્યાં હતા.

Related Posts: