ટ્રાવેલ એજન્ટ (Travel agent) ફેડરેશનના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, ડિસેમ્બર મહિનામાં ખૂબ મોટી સંખ્યામાં એનઆરઆઈ પોતાના માદરે વતન આવી રહ્યા છે. સાથે જ ઘણા લગ્ન પ્રસંગો તેમજ સામાજિક સંસ્થાઓના કાર્યક્રમ છે, જેના કારણે આ વખતે ખૂબ વધારે પ્રમાણમાં વિમાનોની ટિકિટો બૂક છે.

ડિસેમ્બર મહિનામાં ફ્લાઇટના ભાડામાં વધારો
જો તમે વિદેશમાં રહો છો અને તમે છેલ્લી ઘડીએ હવાઈ મુસાફરી કરીને ભારતમાં ફરવા આવવાનું વિચારતા હોવ તો તમારે બમણું ભાડું ચૂકવવા પણ તૈયાર રહેવું પડશે. કારણ કે એક તરફ ડિસેમ્બર મહિનો એટલે કે રજાના માહોલમાં પ્રવાસન સ્થળો ઉપર ફરવા જવાનો મહિનો છે. જેના કારણે હવાઈ મુસાફરી મોંઘી થતી હોય છે. આજ મહિનામાં શતાબ્દી મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે જેને જોતા હવાઈ મુસાફરી વધુ મોંઘી બની છે. સામાન્ય દિવસ કરતા ડિસેમ્બરમાં બમણાથી વધુ ભાવ વધ્યા છે.
ડિસેમ્બરમાં વિદેશથી આવનારા પ્રવાસીઓમાં વધારો
ડિસેમ્બર મહિનો એટલે કે જુના વર્ષને વિદાય આપી નવા વર્ષમાં પ્રવેશવાનો મહિનો. જે મહિનામાં લોકો ક્રિસમસ પર્વ અને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. તો આ દિવસ દરમિયાન રજાઓ હોવાથી લોકો બહાર પણ ફરવા જતા હોય છે. તેમજ વિદેશી તેમજ વિદેશમાં રહેતા મૂળ ભારતીય લોકો અહીં પણ આવતા હોય છે અને તેમાં પણ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. જે કારણે હવાઈ મુસાફરીની સંખ્યા વધી છે.
અમેરિકા, આફ્રિકા, લંડનથી લોકો શહેરમાં આવી રહ્યાનું નોંધાયું છે. જેના કારણે વિદેશમાંથી આવનાર લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેના જ કારણે આ વર્ષે હવાઈ મુસાફરી મોંઘી બની છે. તેમાં પણ કોરોનાના બે વર્ષ બાદ બજાર ખુલતા ટ્રાવેલ્સ ક્ષેત્રની પરિસ્થિતિ સુધરતા GDP ગ્રોથમાં વધારો થયો હોવાનું પણ ટ્રાવેલ એજન્ટ ફેડરેશનના ચેરમેને નિવેદન આપ્યું.
ટિકિટના ભાવ બમણાથી પણ વધારે
ટ્રાવેલ એજન્ટ ફેડરેશનના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, ડિસેમ્બર મહિનામાં ખૂબ મોટી સંખ્યામાં એનઆરઆઈ પોતાના માદરે વતન આવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો અને સામાજિક સંસ્થાઓના કાર્યક્રમ છે. જેના કારણે આ વખતે ખૂબ મોટી સંખ્યામાં વિમાનોની ટિકિટો બૂક છે. જેમ જેમ ટિકિટ બુક થતી જતી હોય છે, તેમ ભાવ વધતા જતા હોય છે. તેમાં પણ ડિસેમ્બર મહિનામાં શતાબ્દી મહોત્સવ પણ છે જેમાં અમેરિકા, આફ્રિકા, લંડન સહિત દેશમાંથી લોકો શતાબ્દી મહોત્સવમાં આવવાના છે.
જેને લઈને સામાન્ય દિવસોમાં 80 હજારથી 1 લાખ રૂપિયામાં ટિકિટ મળતી હોય છે જે ડિસેમ્બરમાં 3 લાખ રુપિયાએ પહોંચી છે. શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં લોકો આવવાના છે. ડિસેમ્બર મહિનામાં ક્રિસમસની રજા અને શતાબ્દી મહોત્સવના કારણે ફ્લાઇટો બુક છે. શતાબ્દી મહોત્સવની શરૂઆત 14 ડિસેમ્બરના થશે. 1 મહિનો મહોત્સવ ચાલશે. જેમાં લાખોની સંખ્યમાં ભક્તો આવશે.
મહોત્સવને જોતા લોકોએ માર્ચ મહિનાથી જ બૂકિંગ કરી દીધું હોવાથી તેઓને આ ભાવની અસર પડી નથી. પરંતુ જે લોકો છેલ્લી ઘડીએ ફરવા જવાનું વિચારી રહ્યા છે તે લોકોને આ વખતે બમણાથી પણ વધારે ભાવ ચૂકવવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં નવા વર્ષની ઉજવણી અને ક્રિસમસ તહેવાર મનાવાય છે. ડિસેમ્બરમાં શતાબ્દી મહોત્સ હોવાથી મુસાફરોની સંખ્યા બમણાથી પણ વધુ વધવાની શકયતા છે.