Saturday, December 10, 2022

નીતિન ગડકરીની સીધી વાત : ટેસ્લાને ભારતમાં ભાવભર્યો આવકાર પણ કારનું નિર્માણ અહીં કરવું પડશે

નીતિન ગડકરીએ એલોન મસ્કને કહ્યું કે જો તેઓ ટેસ્લાના વાહનો માટે ભારતમાં પણ ઉત્પાદન એકમ સ્થાપશે તો જ તેમને ભારતમાં માર્કેટિંગ ડિસ્કાઉન્ટ અને લાભો મળશે. તેમણે કહ્યું કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ 7.5 લાખ કરોડનો છે અને તેઓ ઈચ્છે છે કે ભારત નંબર 1 મેન્યુફેક્ચરિંગ હબ બને.

નીતિન ગડકરીની સીધી વાત : ટેસ્લાને ભારતમાં ભાવભર્યો આવકાર પણ કારનું નિર્માણ અહીં કરવું પડશે

ભારતમાં ટેસ્લાના સ્વાગતને શરતી કરવામાં આવી છે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કની કંપની ટેસ્લાને ભારતમાં આવકાર માટે શરત મૂકી છે. નીતિન ગડકરીએ એક ટીવી કાર્યક્રમમાં ટેસ્લાના ભારતમાં પ્રવેશ પર કહ્યું હતું કે એલન મસ્ક ત્યારે જ ભારત આવી શકે છે જ્યારે તે ભારતમાં જ ટેસ્લા કારનું નિર્માણ કરશે. ભારતમાં ટેસ્લાનું એકમ સ્થાપવાની વાતનું પુનરાવતર્ન કરતાં એલોન મસ્કનું સ્વાગત છે પણ જ્યાં સુધી તમે ચીનમાં કારનું ઉત્પાદન કરો છો અને ભારતમાં માર્કેટિંગમાં મુક્તિ ઇચ્છો તો સમસ્યા છે. તમારો ત્યાં સુધી ભારતમાં પ્રવેશ શક્ય નથી જ્યાંસુધી ટેસ્લા કારનું નિર્માણ ભારતમાં થશે.

નીતિન ગડકરીએ મસ્કને કર્યું સૂચન

નીતિન ગડકરીએ એલોન મસ્કને કહ્યું કે જો તેઓ ટેસ્લાના વાહનો માટે ભારતમાં પણ ઉત્પાદન એકમ સ્થાપશે તો જ તેમને ભારતમાં માર્કેટિંગ ડિસ્કાઉન્ટ અને લાભો મળશે. તેમણે કહ્યું કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ 7.5 લાખ કરોડનો છે અને તેઓ ઈચ્છે છે કે ભારત નંબર 1 મેન્યુફેક્ચરિંગ હબ બને. નીતિન ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઈલ ઉદ્યોગ સરકારને સૌથી વધુ GST ચૂકવે છે. એટલું જ નહીં આ ક્ષેત્રે દેશના 4 કરોડ લોકોને રોજગારી પણ પૂરી પાડી છે.

સરકારનો પ્રયાસ

નીતિન ગડકરીએ કહ્યું કે સરકારનો પ્રયાસ છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધે જેથી તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દેશમાં EVsનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહી છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી સરકાર ઈચ્છે છે કે ચીનમાંથી ટેસ્લા કાર આયાત કરવાને બદલે ભારતમાં તેનું ઉત્પાદન કરવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે. ભારત એક મોટું બજાર છે તેથી આ કંપનીઓ માટે વિશાળ સંભાવનાઓ છે.

એલોન મસ્ક મુશ્કેલીમાં

ટ્વિટરના માલિક અને ધનિક બિઝનેસમેન એલોન મસ્ક મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ઇલોન મસ્કની કંપની ન્યુરાલિંક સામે યુએસમાં તપાસ શરૂ કરવામાં આવી છે જેણે માનવ મગજમાં ચીપ લગાવવાનો દાવો કર્યો છે. યુએસ પ્રશાસને એલોન મસ્કની મેડિકલ ડિવાઇસ કંપની ન્યુરાલિંક પર પ્રાણી-કલ્યાણ કાયદાના સંભવિત ઉલ્લંઘન અંગે ફેડરલ તપાસ શરૂ કરી છે. આ અંગે માહિતી આપતાં ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું હતું કે કંપનીના પોતાના કર્મચારીઓએ પ્રાણીઓના પરીક્ષણો વિશે જાણ કરી હતી અને ફરિયાદ કરી હતીકે ન્યુરાલિંક પ્રાણીઓના પરીક્ષણોમાં ઉતાવળ કરી રહી છે.

Related Posts: