ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે.મુળુ બેરા, કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya), ભાનુબેન બાબરિયા,કુબેર ડિંડોર મંત્રીમંડળમાં શપથ લીધા છે. ભાનુબેન બાબરિયા અને મુળુ બેરાને વર્તમાન સરકારમાં નવા ચહેરા તરીકે કેબિનેટમાં સ્થાન મળ્યુ છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 ગુજરાતી
ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 લોકોની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને સારી કામગીરી અને જ્ઞાતી જાતિના સમીકરણને ધ્યાને લઈને રિપીટ કરવામાં આવ્યા છે.
કોણ છે કુંવરજી બાવળિયા
વર્ષ 2018માં કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. બાવળિયા પાસે ખાસ કરીને કોળી સમાજની બહોળી વોટબેંક છે. જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ભોલાભાઈ ગોહીલની હાર થઈ છે. જસદણ બેઠક પર ભાજપે કુંવરજીભાઇ બાવળીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. બાવળીયાએ એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે B.Sc,B.Edનો અભ્યાસ દર્શાવ્યો છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 72,47,816.26 રૂપિયા છે. ફરી આ વખતે કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. કુંવરજીભાઇ કોળી સમાજનો મોટો ચહેરો અને સિનિયર તેમજ અનુભવી નેતા છે.
કુંવરજી બાવળિયાએ જુલાઈ 2018માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બાવળિયાએ રાજીનામું ધરતાની સાથે જ ભાજપે તેમને મંત્રી પદ સોંપ્યું હતું અને બાવળિયાએ પક્ષ પલટો કરતાં જ જસદણ બેઠક પર વર્ષ 2018માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેમની જીત થઇ હતી.
મુળુ બેરા, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા મંત્રીમંડળમાં શપથ લીધા @BJP4ગુજરાત #ગાંધીનગર #ગુજરાત #TV9ન્યૂઝ pic.twitter.com/uviYckqHXY
— ટીવી9 ગુજરાતી (@tv9gujarati) 12 ડિસેમ્બર, 2022
નવા મંત્રીમંડળને PM મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને ટ્વીટ કરીને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. નવા મંત્રીમંડળને PM મોદીએ શુભેચ્છા પાઠવી છે. સાથે જ રાજ્યની પ્રગતિ માટે કામ કરનારી ટીમને શુભકામના એવી પોસ્ટ મુકી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર મંત્રીમંડળના તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન.
આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.