ઓસ્ટ્રેલિયાની ધૂંરધર ટીમ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ ઐતિહાસિક જીત હતી. ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમ સુપર ઓવર રમી રહી હતી.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામે 5 મેચની ટી20 સીરીઝ રમવા મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ભારત પહોંચી છે. આજે ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટી20માં મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. આ સુપર ઓવરમાં ભારતીય ટીમે રોમાંચક જીતી મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ધૂંરધર ટીમ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ ઐતિહાસિક જીત હતી. ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમ સુપર ઓવર રમી રહી હતી. આ મેચમાં રોમાંચક જીત મેળવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી20 સીરીઝમાં 1-1થી બરાબરી કરી છે.
9 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે આ ટી20 સીરીઝ શરુ થઈ હતી. પહેલી જ ટી20 મેચમાં ભારતીય મહિલા ટીમને હારનો સામનો કરવો પડયો હતો. બીજી ટી20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુપર ઓવરમાં મેચ જીતીને આખી દુનિયામાં ભારતનું નામ ઉંચુ કર્યુ છે.
નવી મુંબઈમાં ભારતે રોમાંચક મુકાબલો જીત્યો!
યજમાન તરીકે સ્મૃતિ મંધાના અને રિચા ઘોષ હીરો છે અને 2022માં T20I માં ઓસ્ટ્રેલિયાના અજેય રનનો અંત 1-1થી સરભર કર્યો છે 🙌 #INDvAUS
— ESPNcricinfo (@ESPNcricinfo) 11 ડિસેમ્બર, 2022
વાદળી રંગની મહિલાઓને ટેકો આપવા માટે ઉપસ્થિત રહેલા ભીડનું સન્માન કરવા માટેનો વિજય લેપ
બીજી T20I માટે 47,000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અહીં DY પાટિલ સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચ જોઈ હતી 👏 👏
બ્લુ 👍 👍 માં મહિલાઓ માટે ઉત્સાહ આપતા રહો#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/CtzdsyhxZu
– BCCI મહિલા (@BCCIWomen) 11 ડિસેમ્બર, 2022
આજની આ બીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી બેંટિગ કરીને 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 187 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની અને તાલિયા મૈક્ગ્રા એ બીજી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપ કરી હતી. બંને બેટરો એ આ મેચમાં હાફ સેન્ચુરી પર ફટકારી હતી.તેમણે કુલ 158* રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. આ મહિલા ક્રિકેટ ઈતિહાસની અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઈતિહાસની સૌથી મોટી પાર્ટનરશીપ હતી.
આ મોટા સ્કોરના જવાબમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્મૃતિ માંધાના એ 79 રન અને ઋચા ઘોષ એ 26 રન બનાવીને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રનો સ્કોર કર્યો હતો. મેચ ટાઈ થતા વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવ્યો હતો.
સુપર ઓવરમાં શું થયુ ?
સુપર ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 1 વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. ઘણા પ્રયત્નો પછી પણ ઓસ્ટ્રેલિયન ટીમ આ સુપર ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ કરી શકી ન હતી અને હારી ગઈ હતી. સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 16 રન બનાવ્યા હતા.
બંને દેશોની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની ટી20 સીરીઝ
1 T20: 9 ડિસેમ્બર, DY પાટિલ સ્ટેડિયમ
2 T20: 11 ડિસેમ્બર, DY પાટિલ સ્ટેડિયમ
3 T20: 14 ડિસેમ્બર, બ્રેબોર્ન સ્ટેડિયમ
4 T20: 17 ડિસેમ્બર, બ્રેબોર્ન સ્ટેડિયમ
5 T20: 20 ડિસેમ્બર, બ્રેબોર્ન સ્ટેડિયમ
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.