અબરાર અહમદે 22 ઓવરમાં 114 રન આપીને 7 વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડ સામેની 7 વિકેટમાં એક મહત્વપૂર્ણ વિકેટ બેન સ્ટોક્સની પણ લીધી હચી. અબરારની બોલિંગ જોઈ કેપ્ટન બેન સ્ટોકસ પણ દંગ રહી ગયો હતો.

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો
પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર અબરાર અહમદે ટેસ્ટ ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં મિસ્ટ્રી સ્પિનર અબરાર અહમદને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે પોતાની ફિરકીથી આખી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને આશ્રર્યમાં મુકી દીધી હતી. તેની સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓ વધારે રન ન બનાવી શક્યા. પાકિસ્તાનના મુલ્તાનમાં મહેમાન ટીમ 51.4 ઓવરમાં 281 રન જ બનાવી શકી હતી. અબરાર અહેમદે 22 ઓવરમાં 114 રન આપીને 7 વિકેટ લીધી હતી.
તેમણે ઈંગ્લેન્ડ સામેની 7 વિકેટમાં એક મહત્વપૂર્ણ વિકેટ બેન સ્ટોક્સની પણ લીધી હતી. અબરારની બોલિંગ જોઈ કેપ્ટન બેન સ્ટોકસ પણ દંગ રહી ગયો હતો. અબરારને તેની છઠ્ઠી વિકેટ ઈંગ્લેન્ડ કેપ્ટન બેન સ્ટોકસની મળી. સ્ટોક્સ મેચમાં આગળ વધવા માટે આક્રમક મૂડમાં હતો, તે 30 રન બનાવીને અબરારનો સામનો કરી રહ્યો હતો.
43મી ઓવરમાં અબરાર અહમદે પોતાની બોલિંગથી સ્ટોકસને આઉટ કર્યો હતો. તેણે સ્ટોકસને ગુડ લેન્થ વિસ્તારમાં લેગ સ્ટંપ લાઈન પર બોલ ફેક્યો હતો. સ્ટોક્સ તે બોલને રોકવા માટે ફ્રન્ટફુટ પર આવ્યો. પણ આ ચમત્કારિક બોલ તેના પેડ્સ અને બેટને બીટ કરીને સ્ટંપ પર ગયો હતો અને આઉટ થઈ જતા ઈંગ્લેન્ડનો કેપ્ટન પણ દંગ રહી ગયો હતો.
આ રહ્યો એ ચમત્કારિક બોલિંગનો વીડિયો
આ. છે. ખાસ. 🤯#PAKvENG | #UKSePK pic.twitter.com/ExgHlMfrxY
— પાકિસ્તાન ક્રિકેટ (@TheRealPCB) 9 ડિસેમ્બર, 2022
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમે સારી શરુઆત કરી હતી. પાકિસ્તાનના મુલ્તાનમાં રમાઈ રહેલી આ બીજી ટેસ્ટના પહેલા સેશનમાં પાકિસ્તાનના નવા મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદે ડેબ્યૂ કરીને 5 વિકેટ લીધી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં જ ફિરકીનો જાદુ ચલાવીને તેણે મહેમાન ટીમ અને ક્રિકેટ જગતને દંગ કરી દીધા હતા. મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદના ઘરમાં બાળપણથી જ ક્રિકેટનું સારુ વાતાવરણ હતુ. તેમના પિતા ક્રિકેટના મોટા ચાહક હતા. તેમના મોટા ભાઈ ઘરેલૂ ક્રિકેટ રમતા હતા.
24 વર્ષની ઉંમરના અબરાર માટે સુનીર નરેને આઈડલ છે. વર્ષ 2016માં અબરારે ઝોનલ અંડર-19માં 53 વિકેટ લીધી હતી. પીએસએલમાં કરાચી કિંગ્સ તરફથી ટુર્નામેન્ટ રમતી વખતે તેને ફ્રેકચર થતા તે 2 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તે સમયે તેના પિતા એ તેની હિંમત વધારી હતી. તેના પિતા એક સમયે 20 કલાક ટેક્સી ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ત્યારબાદ હવે તેણે ફરી ક્રિકેટ ટીમમાં વાપસી કરી છે અને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ છે.