Tuesday, December 20, 2022

મહિલાઓ વિરુદ્ધ ખરાબ શબ્દો બોલવા કે હરકતો કરવાથી થઈ શકે છે સજા, જાણો કાયદો

મહિલાઓ સાથે છેડતીના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેઓ ગંદા ઇશારા અને અપમાનજનક શબ્દોનો ભોગ બને છે. મહિલાઓ શેરી-ગલીઓથી લઈ કામ કરવાના સ્થળ સુધી તેમની સાથે થતી અભદ્ર હરકતોને સહન કરતી હોય છે. આવી હરકતોથી મહિલાઓના રક્ષણ માટે દેશમાં ઘણા કાયદા છે. છેડતી બાબતે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ ક્યારેક કડક પગલાં લે છે, પણ આવા તત્વો સુધરતા નથી. આજના સમયમાં મહિલાઓ સામે કેટલાક શબ્દોનો ઉપયોગ કરીને અભદ્ર કોમેન્ટ કરવામાં આવે છે. ત્યારે નેશનલ ક્રાઇમ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (NCIB)એ આ બાબતે ટ્વિટર પર જાણકારી આપી છે.

NCIBએ ટ્વિટર પર ટ્વીટ શેર કર્યું છે. આ ટ્વિટમાં NCIBએ છેડતી અંગે કાયદા અને નિયમો વિશે મહત્વની જાણકારી આપી છે. NCIBએ ટ્વિટમાં જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને રખડું, છમ્મક છલ્લો, આઈટમ, ચૂડેલ, કાળમુખી અને ચરિત્રહીન જેવા શબ્દોથી સંબોધિત કરે અથવા મહિલાનો અનાદર થાય તેવા અશ્લીલ ઇશારા કરે તો તેને IPCની કલમ 509 હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલની સજા કે નાણાંકીય દંડ થઈ શકે છે. અથવા આ બંને એક સાથે પણ થઈ શકે છે.

” isDesktop=”true” id=”1303994″ >

કલમ 509માં શું જોગવાઈ છે?

આઈપીસીની કલમ 509 મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાના માન, આદરનો ભંગ કરતી કોઈ વસ્તુ બતાવતો હોય કે બોલતો હોય તો તેની સામે કલમ 509 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જેમાં 3 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. દંડ અને સજા એક સાથે પણ થઈ શકે છે. જો કે, લોકોને ખબર નથી કે મહિલાને રખડું, છમ્મક છલ્લો, આઈટમ, ચૂડેલ, કાળમુખી અને ચરિત્રહીન જેવા શબ્દોથી સંબોધિત કરવી પણ ભારે પડી શકે છે.

” isDesktop=”true” id=”1303994″ >

છેડતીના કિસ્સામાં કલમ 354 હેઠળ કાર્યવાહી થઈ શકે

છેડતીના કિસ્સાઓમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354નો ઉપયોગ કરવામાં આવે છે. મહિલાની ગરિમા અને માન સન્માનને નુકસાન પહોંચાડવા હુમલો કરાયો હોય અથવા ખોટા ઇરાદાથી જબરદસ્તી કરવામાં આવે તો આ કલમ હેઠળ પગલાં લેવાય શકે છે. આ કિસ્સામાં આરોપી દોષિત સાબિત થાય તો બે વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Crime news, Woman, ક્રાઈમ crime

Related Posts: