રાજકોટની (Rajkot) 8 નેત્રહિન દિકરીઓ આગામી 18 ડિસેમ્બરે લેકમે ફેશન શોમાં ભાગ લેવા જઈ રહી છે. આ 8 નેત્રહિન દિકરીઓ ફેશન ડિઝાઈનરે ડિઝાઈન કરલે ડ્રેસ પહેરશે અને રેમ્પ પર ધુમ મચાવશે.

આઠ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રાજકોટમાં રેમ્પ વોક કરશે
ભલે તેઓ દુનિયા કે પોતાને જોઇ ન શકે, ભલે તેની પાસે આંખ ન હોય પરંતુ મનની આંખથી દુનિયાને જોનાર 8 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ હવે રેમ્પવોક કરી દુનિયાને પોતાનું કૌશલ્ય બતાવવા જઇ રહી છે. રાજકોટની 8 પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ આગામી 18 ડિસેમ્બરે લેકમે ફેશન શોમાં ભાગ લેવા જઈ રહી છે. આ 8 પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ ફેશન ડિઝાઈનરે ડિઝાઈન કરલે ડ્રેસ પહેરશે અને રેમ્પ પર ધુમ મચાવશે. આ અંગે વિગતો આપતા આયોજક હેતશી શાહે જણાવ્યુ હતુ કે, જ્યારે અમને આ આઈડિયા આવ્યો ત્યારે અમે ખુબ જ ઉત્સાહી હતા. અમને ખબર હતી કે આ બહુ ચેલેન્જિંગ રહેવાનું છે. સ્પેશિયલી જ્યારે અમે આ લોકોના ડ્રેસ ડિઝાઈન કરતા હોય ત્યારે, કારણ કે આ છોકરીઓ કિડ્સ પણ નથી અને બહુ મોટી પણ નથી.એટલે આ ટીનેજ છે. તેને કેવો લુક આપવો. તેઓ કેવા ડ્રેસમાં કમ્ફર્ટેબલ હશે. જેથી અમે બધાએ ખુબ જ ધ્યાન રાખ્યું છે.
અમે આ દિકરીઓને એન્કલ લેન્થ અને ફ્લેરી ડ્રેસ આપ્યા છે. જેથી તેઓ કમ્ફર્ટેબલી વોક કરી શકે અને આત્મવિશ્વાસ સાથે વોક કરી શકે.અમે તે લોકોના સ્કીન ટોન પ્રમાણે ડ્રેસીંગ કર્યું છે આ બધા ડ્રેસિંસ ક્રિષ્નાબેને સ્ટીચ કર્યા છે. અને અમારી આખી ટીમે ખુબ જ મહેનત કરી છે.અમારા માટે ઘણુ ચેલેન્જિંગ હતું કે જ્યારે અમે વોક પ્રેક્ટીશ કરાવતા હતા.અમે પણ એ લોકો પાસેથી પણ ઘણું શિખ્યા છીએ.
રેમ્પ વોકમાં ભાગ લેનાર જાનવી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ફેશન શો છે તેના માટે અમે ખુબ જ ઉત્સાહી છીએ. કારણ કે ફેશન શોનું અમારૂ એક સપનું હતું. કે અમે પણ આ ફેશન શોમાં રેમ્પ વોક કરીએ એ પણ મસ્ત ડ્રેસ સાથે. ત્યારે આ સંસ્થાના બોસ્કી મેમ સહિતની ટીમે અમને સિલેક્ટ કર્યાં અને અમને પ્રેક્ટીશ કરાવી. તેઓ અમને ફેસ પરના એસ્પ્રેશન શીખવતા હતા. અમને જ્યારે ડ્રેસ પહેરાવ્યા ત્યારે અમે ખુબ જ ખુશ હતા. આ લોકોએ અમારા માટે ખુબ જ કર્યું છે. મારૂ તો બસ બધાને એવુ જ કહેવું છે કે અમારે કંઈ ગભરાવાની જરૂર નથી.કારણ કે આપણને જે લોકો ટ્રેન કરે છે. તેઓ આપણને બધુ જ શિખવે છે.
આ અંગે વધુ વિગતો આપતા બોસ્કી નથવાણીએ જણાવ્યું હતું કે, હું ફેશન ડિઝાઈનિંગ શિખવું છું. મારો આ સાતમો ફેશન શો છે.અમે દરેક ફેશન શોમાં અમે બોમ્બેથી ફેશન મોડેલ બોલાવીએ છીએ.જેમાં સ્ટુડન્ટના ડ્રેસિઝ ડિઝાઈન કર્યા હોય તે પહેરે છે.આ વખતે પણ લેકમે ફેશન વિકની મોડેલ છે.પણ અમે વિચાર્યું કે આપણે કંઈક અલગ કરવા જઇ રહ્યા છીએ.જેથી અમે વિચાર્યુ કે આપણે એ લોકોને પ્લેટફોર્મ આપીએ જેને રેમ્પ વોક માટેનું પ્લેટફોર્મ ન મળતું હોય..જેથી અમે આ સંસ્થાને અપ્રોચ કરી.આ લોકોએ અમને ખુબ જ સપોર્ટ કર્યો.આ છોકરીઓ પણ એટલી બધી હોશિયાર હતી. 2 દિવસ થોડુ અઘરૂ લાગ્યું કારણ કે ફેશન શો આ લોકો માટે કંઈક અલગ જ હતું.પણ પછી આ લોકો ખુબ જ સારી રીતે વોક કરવા લાગ્યા. 10 દિવસની મહેનત બાદ આ દિકરીઓ યોગ્ય કામ કરી રહી છે.