Friday, December 2, 2022

રિકી પોન્ટિંગની તબીયત થઈ ખરાબ, મેચ વચ્ચેથી કોમેન્ટ્રી છોડી હોસ્પિટલ પહોંચ્યો

તેની ટેસ્ટ મેચ દરમિયાન રિકી પોન્ટિંગ પણ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. આ મેચની કોમેન્ટ્રી દરમિયાન છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, હવે તેમની તબિયત સારી છે અને તેઓ ખુબ જલ્દી સ્વસ્થ થઈ જશે.

રિકી પોન્ટિંગની તબીયત થઈ ખરાબ, મેચ વચ્ચેથી કોમેન્ટ્રી છોડી હોસ્પિટલ પહોંચ્યો

રિકી પોન્ટિંગ હ્રદયના દુખાવા બાદ હોસ્પિટલ પહોંચ્યો

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને શ્રેષ્ઠ બેટ્સમેન રિકી પોન્ટિંગની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ઓસ્ટ્રેલિયામાં પર્થના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. તેની ટેસ્ટ મેચ દરમિયાન રિકી પોન્ટિંગ પણ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. આ મેચની કોમેન્ટ્રી દરમિયાન છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, હવે તેમની તબિયત સારી છે અને તેઓ ખુબ જલ્દી સ્વસ્થ થઈ જશે.

રિકી પોન્ટિંગ આ ટેસ્ટ મેચ દરમિયાન ચેનલ 7 માટે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેઓ પર્થમાં ઓસ્ટ્રિલા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની કોમેન્ટ્રી પેનલનો જ એક ભાગ હતા. મેચ દરમિયાન જ્યારે લંચ બ્રેકનો સમય થયો ત્યારે રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી રુમ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ લોકોની સામે વાત આવી કે રિકી પોન્ટિંગને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે પોન્ટિંગની તબિયત હવે સ્થિર છે.

રિકી પોન્ટિંગની છાતીમાં દુખાવો

ઓસ્ટ્રેલિયામાં પર્થના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ બ્રેકના સમયે અચાનક રિકી પોન્ટિંગની છાતીમાં દુખાવો શરુ થયો હતો. તેમણે પોતાની સાથે કોમેન્ટ્રી કરી રહેલા લોકોને પણ એ વાતની જાણ કરી હતી કે, તેમની તબિયત બગડી રહી છે. તેમને સારુ નથી લાગતુ. આ વાતની જાણ થતા જ સાવચેતીના ભાગ રુપે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ ટીમ કોમેન્ટ્રીરુમમાંથી રિકી પોન્ટિંગને સીધી હોસ્પિટલ લઈ ગઈ હતી. ચેનલ 7ના પ્રવક્તા એ જણાવ્યુ કે, રિકી પોન્ટિંગની તબિયત હવે સારી છે. આજે તેઓ ખરાબ તબિયતને કારણે મેચ દરમિયાન કોમેન્ટ્રી નહીં કરશે.

વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા એ પહેલી બેટિંગ કરીને 598 રન બનાવ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથ એ 200 રન અને માર્નસ લાબુશને 204 રન બનાવ્યા હતા. તેની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 283 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ક્રેગ બ્રેથવેટ આ મેચમાં સૌથી સફળ બોલર રહ્યો, તેણે 65 રન આપીને 2 વિકેટ લીધી હતી.