Lionel Messi: આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ (FIFA football world cup) જીતી ઇતિહાસ રચ્યો છે. આર્જેન્ટિના (Argentina)એ આ સિદ્ધિ 36 વર્ષ બાદ મેળવી છે. FIFA ચેમ્પિયનને સમગ્ર વિશ્વમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. આ સાથે આખા દેશમાં ખુશીનો માહોલ છે. ટીમ સતત ઉજવણી કરી રહી છે. વિજય મેળવી પહોંચેલી ટીમ (Argentina football team)ને લોકોએ વધાવી લીધી છે.
સડકો પર પરેડ નીકળી
લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આર્જેન્ટિનાના ખેલાડીઓ માટે ભવ્ય પરેડ (Argentina parade)નું આયોજન થયું હતું. ખેલાડીઓએ બસમાં સવાર થઈને પરેડ કાઢી હતી. જોકે, આ રેલી દરમિયાન ગંભીર અકસ્માત થતાં રહી ગયો. આ અકસ્માત થયો હોત તો ટીમના પાંચ ખેલાડીઓના જીવ પર ખતરો ઊભો થઈ જાત.
Argentina get their heroes home but nearly clothesline them off the bus.pic.twitter.com/hemkogABq2
— Football España (@footballespana_) December 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Argentina, Argentina National Football Team, FIFA 2022, Lionel Messi