કામના સ્થળેથી પણ કરી શકશો મતદાન, ગામડે જવાની જરુર નહીં પડે

ચૂંટણી પંચે રોજગાર, શિક્ષણ તથા અન્ય કારણોથી પોતાનું શહેર છોડીને દેશના બીજા શહેર અથવા જગ્યા પર રહેતા લોકો માટે રિમોટ વોટિંગ સુવિધા આપવા પર કામ શરુ કરી દીધું છે. આવનારા દિવસોમાં દેશમાં ક્યાંયથી પણ કોઈ વ્યક્તિ પોતાના કામના સ્થળેથી મતદાન કરી શકશે. પ્રવાસી મતદારોને વોટ આપવા માટે પોતાના ઘરે જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ચૂંટણી પંચે પ્રોટોટાઈપ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે, આરવીએમને વિકસીત કર્યુ છે.

Published by:Pravin Makwana

First published: