નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષરધામ રેસિડન્સીમાં રહેતા 55 વર્ષિય ધનુબેન ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ગઇકાલે ધનુબેનની તબિયત ખરાબ થતાં તે તેમના પુત્ર પૃથ્વીરાજ સાથે એક્ટિવા પર સોનોગ્રાફી કરાવા માટે ગયા હતા. સોનોગ્રાફી કરાવીને ધનુબેન પુત્ર સાથે પરત આવી રહ્યા હતા ત્યારે બાઇક પર બે લોકો આવ્યા હતા. ધનુબેને ગળામાં પહેરેલી બે ચેઇન તોડીને નાસી ગયા હતા. ધનુબેન તેમજ પૃથ્વીરાજે ધ્યાનથી જોયું તો ખબર પડી કે, બાઇક ચલાવનાર યુવક હતો અને ચેઇન સ્નેચિંગ કરનાર યુવતી હતી.
આ પણ વાંચો: રાજકોટ: ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
યુવતીએ મોઢા પર દુપટ્ટો બાંધ્યો હતો અને ચિત્તાની સ્પીડ સ્પોર્ટબાઇક લઇને નાસી ગયા હતા. ધનુબેને આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગની ફરિયાદ કરી છે. પોલીસે ધનુબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ચેઇન સ્નેચિંગની ઘટનામાં યુવકો કરતા હોય છે પરંતુ રેર કેસમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં યુવતીઓને હાથ હોય છે.
હવે પોલીસ મુંજવણમાં એ છે કે, શું ખરેખર યુવતીએ ચેઇન સ્નેચિંગ કર્યુ કે કોઇ યુવતીઓના કપડા પહેરીને કોઇ યુવકે સ્નેચિંગની ઘટનાને અંજામ આપી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બન્ને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અમદાવાદ, ગુજરાત, ચેઇન સ્નેચિંગ