Monday, December 5, 2022

શેફાલી વર્મા ભારતીય મહિલા ટીમની કેપ્ટન બની, વર્લ્ડ કપમાં કમાન સંભાળશે

સાઉથ આફ્રિકા આવતા વર્ષે 14થી 29 જાન્યુઆરી દરમિયાન ICC મહિલા અંડર-19 વર્લ્ડ કપ (ICC U-19 World Cup)ની યજમાની કરશે અને આ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

શેફાલી વર્મા ભારતીય મહિલા ટીમની કેપ્ટન બની, વર્લ્ડ કપમાં કમાન સંભાળશે

શેફાલી વર્મા ભારતીય મહિલા ટીમની કેપ્ટન બની

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પ્રથમ વખત રમાનારી મહિલા અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર આ વર્લ્ડ કપમાં ભારતની મહિલા અંડર-19 ટીમની કપ્તાની બેટ્સમેન અને ટીમની વરિષ્ઠ સભ્ય શેફાલી વર્મા કરશે. બીસીસીઆઈએ સોમવારે એક નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે.

આ વર્લ્ડકપ 14થી 29 જાન્યુઆરી વચ્ચે રમાશે. આ સિવાય બીસીસીઆઈએ વર્લ્ડકપની યજમાન સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી 5 મેચની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કેપ્ટનશીપ શેફાલી વર્માને આપવામાં આવી છે. આ સિરીઝ વર્લ્ડકપ પહેલા ડિસેમ્બર-જાન્યુઆરીમાં રમાશે.

રિચા ઘોષને પણ સ્થાન મળ્યું

આ બંન્ને ટીમોમાં માત્ર શેફાલી એકમાત્ર એવી ખેલાડી નથી, જે સિનીયર ટીમમાં રમી ચૂકી છે,તોફાની બેટ્સમેન સિવાય સીનિયર ટીમની એક અને મહત્વની સભ્ય રિચાને પણ વર્લ્ડકપ માટે ટી 20 સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. શેફાલીએ ભારતની સિનિયર ટીમ માટે 2 ટેસ્ટ, 21 વનડે અને 46 ટી20 મેચ રમી છે. રીચા ધોષએ ભારત માટે 17 વનડે અને 25 ટી20 મેચ રમી છે.

પ્રથમ વખત વર્લ્ડકપનું આયોજન

આઈસીસી પ્રથમ વખત અંડર-19 મહિલા વર્લ્ડકપનું આયોજન કરી રહી છે. જેમાં કુલ 16 ટીમ ભાગ લેશે. ભારતને ગ્રુપ-ડીમાં યજમાન સાઉથ આફ્રિકા, યુએઈની સાથે રાખવામાં આવ્યા છે, દરેક ગ્રુપમાંથી ટોપ-3 ટીમ સુપર-6માં જશે. આ રાઉન્ડમાં ટીમને 2 ગ્રુપમાં ભાગ પાડવામાં આવ્યા છે. અહીં ટોપ 4 ટીમ સેમીફાઈનલ રમશે. ફાઈનલ મેચ 29 જાન્યુઆરીના રોજ રમશે. આ વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ 27 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી સાઉથ આફ્રિકાની સાથે 5 મેચની ટી20 સિરિઝ રમશે.

સાઉથ આફ્રિકા સિરીઝ માટે અંડર-19 ભારતીય મહિલા ટીમ

શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઈસ-કેપ્ટન), રિચા ઘોષ (વિકેટ-કીપર), જી. ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહડિયા, હર્લે ગાલા, રિશિતા બસુ (વિકેટકીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પ્રશ્વી ચોપરા, તિતાસ સાધુ, ફલક નાઝ, શબનમ એમડી, શિખા નાઝલા સીએમસી, યશશ્રી.

અંડર-19 મહિલા વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઈસ-કેપ્ટન), રિચા ઘોષ (વિકેટ-કીપર), જી ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહડિયા, હર્લે ગાલા (વિકેટ-કીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પ્રશ્વી ચોપરા , તિતાસ સાધુ , ફલક નાઝ , શબનમ એમ.ડી.