Monday, December 5, 2022

વર્કઆઉટ કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બન્યા યુવાનો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

આ વીડિયોમાં કેટલાક યુવાનો જીમમાં વજન ઉચકતા ઉચકતા હાર્ટ એટેકનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વર્કઆઉટ કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બન્યા યુવાનો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ભારતમાં હાલમાં અલગ અલગ રાજ્યોમાંથી હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં એવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં કોઈ ચાલતા ચાલતા, કોઈ લગ્નમાં નાચતા-નાચતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વાયરલ થઈ રહ્યો છે. આજકાલના યુવાઓને બોડી બિલ્ડિંગનો ભારે શોખ હોય છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો જીમમાં વજન ઉચકતા ઉચકતા હાર્ટ એટેકનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં અલગ અલગ જીમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. ભારે વજન ઉચકવાના ચક્કરમાં તમામ યુવાનોની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. એક યુવાન હાલત ખરાબ થતા વજન ઉચકવાનું ટાળે છે પણ કેટલાક યુવાનો વધારે જોશમાં આવીને ભારે વજન ઉચકવા જાય છે. ઘણા યુવાનો આ દરમિયાન જમીન પર પટકાઈ છે. કેટલાક ચક્કર ખાઈને નીચે પડે છે તો કેટલાકને હાર્ટ એટેકને કારણે નીચે પટકાઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકો માટે એક બોધપાઠ સમાન છે આ વીડિયો દ્વારા જણાવવામાં આવ્યુ છે કે વધારે પડતા જોશને કારણે જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જેવા છો તેવા રહો, વધારે હોશિયારીઓ ન મારો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે વધારે પડતા પ્રોટીનનું આ પરિણામ છે.

Related Posts: