Sunday, December 11, 2022

આ બેઠક પરથી વિજય મેળવ્યો એટલે જાણે ગઢ જીત્યા, અહીં ચુંટાવ એટલે લાલબત્તી પાક્કી સમજો!

આ બેઠક પરથી ચુંટાયેલા ધારાસભ્યોને મોટેભાગે પ્રધાન પદ પ્રાપ્ત થયુ છે. તો વળી પ્રજા પણ નસીબદાર કે તેમને મળનાર ધારાસભ્ય સરકારમાં હિસ્સો જ રહેતા હોય છે જેથી સમસ્યાઓના સમાધાન મેળવવા સરળ રહે છે

આ બેઠક પરથી વિજય મેળવ્યો એટલે જાણે ગઢ જીત્યા, અહીં ચુંટાવ એટલે લાલબત્તી પાક્કી સમજો!

Ramanlal Vora 5 વખત પ્રધાન બન્યા

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી જીત્યા બાદ હવે સૌની નજર કોણ પ્રધાન બનશે, કોનો મંત્રી મંડળમા સમાવેશ થશે એ વાત પર છે. આ તક મળવી એ દરેક નેતા અને ધારાસભ્ય માટે ગર્વની વાત હોય છે. ઈડર વિસ્તારના લોકો જોકે આ માટે નસીબદાર છે, અહીંથી જાણે જેણે ચૂંટણી જીતી એ જાણે જંગ જીતી ગયો. કારણ કે મોટા ભાગે ઈડર બેઠકના ધારાસભ્યનો સમાવેશ પ્રધાન મંડળમા થવાનો સંયોગ રહ્યો છે. આ બેઠક પરથી અત્યાર સુધીમા માત્ર બે જ ધારાસભ્ય કમનસીબ રહ્યા છે કે, તેમનો સમાવેશ પ્રધાનમંડળમાં થઈ શક્યો નથી.

ઈડર વિધાનસભાની બેઠકને જીતવી એટલે જાણે ઉમેદવાર માટે જંગ જીતી ગયા. અંહી થી જેણે વિધાનસભા ની ચુંટણી જીતી એના માટે લોકગીત “અમે ઈડરીયો ગઢ જીતી ગયાનો આનંદ ભયો” જેવું જ રહેતું હોય છે. કારણ તે જે અહીં ચુંટણી જીતે એમને પ્રધાન મંડળમા સમાવેશ થવાના દરવાજા ખુલી જવાનો સંયોગ છે. આ બેઠક પર અત્યાર સુધી માત્ર બે જ ધારાસભ્ય ને પ્રધાન બનવાનો મોકો નથી મળી શક્યો, તો એ બંને ધારાસભ્ય ફરીથી રીપીટ પણ થઈ શક્યા નથી. આ બેઠક પર થી ૧૧ વખત ચૂંટાયેલા ધારાસભ્યો ને પ્રધાન મંડળમા સમાવેશ થવાનો મોકો મળ્યો છે. જેમા સૌથી વધારે વખત પાંચ વાર પ્રધાન રમણલાલ વોરા રહી ચૂક્યા છે. કરસનદાસ સોનેરી ત્રણ વાર પ્રધાન રહી ચુક્યા છે.

2022 માં રમણલાલ વોરા વિજયી

વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા ઈડર બેઠક પર મોટા માર્જીનથી વિજયી રહ્યા હતા. તેઓ કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકીને હરાવીને વિજયી રહ્યા હતા. રમણલાલ વોરા છઠ્ઠી વાર ઈડર બેઠકના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા છે. ફરીએકવાર તેઓ પ્રધાનપદના માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આ પહેલા તેઓ અંતિમવાર ગુજરાત વિધાસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે. બાદમાં 2017ની સામાન્ય ચુંટણીમાં તેમને સુરેન્દ્રનગરના દસાડાથી ટિકિટ આપવામાં આવી હતી.

માત્ર બે જ ધારાસભ્યોને લાલબત્તી ના મળી

આ અંગે વાત કરતા સાબરકાંઠાના રાજકિય વિશ્લેષક અતુલ દિક્ષીતે TV9 સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, અહીં અનોખો સંયોગ રહ્યો છે. અહીં જે જીતે એ મોટેભાગે પ્રધાનપદ મેળવે છે અથવા સ્પિકરપદ ભોગવે છે. આમ આના માટે ઈડરના લોકોને પણ નસીબદાર માનવા રહ્યા. અત્યાર સુધીમાં ગોવિંદભાઈ ભાંભી કે જે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચુંટણીમાં અહીંથી ધારાસભ્ય ચુંટાયા હતા તે પ્રધાનમંડળમાં સ્થાન મેળવી શક્યા નહોતા. આ ઉપરાંત અંતિમવાર ચુંટાયેલા હિતુ કનોડીયા પણ પ્રધાનમંડળમાં સમાવેશ થઈ શક્યા નહોતા. આમ માત્ર બે જ ધારાસભ્યો આ બેઠક પરથી ચુંટાયા બાદ લાલબત્તીથી દુર રહ્યા હતા.

પૂર્વ પ્રધાન કરસનદાસ સોનેરીએ પણ TV9 સાથેની વાતચિતમાં કહ્યુ હતુ કે, આ બેઠક નસીબદાર છે. અહીં ચુંટાવ એટલે પ્રધાનમંડળમાં હિસ્સો બનાવ મળે છે. કહ્યુ હું પોતે પણ સમાજકલ્યાણ પ્રધાન રહીને લોકોની સેવા કરવાની તક ઈડર બેઠક પરથી મેળવી શક્યો છું. બાદમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને રાજ્યના શિક્ષણ અને આરોગ્ય પ્રધાન તરીકે પણ સેવા કરવાનો મોકો ઈડર બેઠક પરથી ચુંટાઈને મેળવ્યો હતો.

ઈડરના ધારાસભ્યની યાદી

  • 1962ઃ ગોવિંદભાઈ ભાંભી, ધારાસભ્ય
  • 1967ઃ માનાભાઈ ભાંભી, ધારાસભ્ય
  • 1972ઃ માનાભાઈ ભાંભી આરોગ્ય પ્રધાન
  • 1975ઃ કરસનદાસ સોનેરી, સમાજકલ્યાણ પ્રધાન
  • 1980ઃ લલિત પરમાર, નશાબંધી પ્રધાન
  • 1985ઃ કરસનદાસ સોનેરી, ડેપ્યુટી સ્પિકર
  • 1990ઃ કરસનદાસ સોનેરી, શિક્ષણ અને આરોગ્ય પ્રધાન
  • 1995ઃ રમણલાલ વોરા, ઉર્જા પ્રધાન
  • 1998ઃ રમણલાલ વોરા, સહકાર પ્રધાન
  • 2002ઃ રમણલાલ વોરા, સમાજકલ્યાણ, શ્રમ અને રોજગાર પ્રધાન
  • 2007ઃ રમણલાલ વોરા, શિક્ષણપ્રધાન
  • 2012ઃ  રમણલાલ વોરા, સમાજકલ્યાણ બાદમા વિધાનસભા અધ્યક્ષ
  • 2017ઃ હિતુ કનોડીયા, ધારાસભ્ય
  • 2022ઃ રમણલાલ વોરા, ધારાસભ્ય

Related Posts: