Wednesday, December 7, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» મતગણતરી પહેલા ઉમેદવાર અને કાર્યકર્તાઓ બન્યા સ્ટ્રોંગ રુમના 'વોચમેન'
ડિસે 07, 2022 | સાંજે 4:43
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ડિસે 07, 2022 | સાંજે 4:43
જેમ જેમ મતગણતરીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના ધબકારા વધી રહ્યા છે. તમામ પાર્ટીના નેતાઓને પરિણામની ચિંતા છે પણ તે પહેલા તેમને EVMની ચિંતા છે.
ગુજરાતના 33 જિલ્લાના 37 મતગણતરી કેન્દ્રો પર 8 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકથી મતગણતરી શરુ થશે.
મતદાન પછી તમામ EVMને સ્ટ્રોંગ રુમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રુમની સુરક્ષા માટે ચૂંટણી પંચ દ્વારા ત્રણ સ્તરમાં સુરક્ષા જવાનોને ગોઠવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પાર્ટીઓ પર સ્ટ્રોંગ રુમથી થોડે દૂર બેસી નજર રાખી રહ્યા છે.
તમામ રાજકીય પાર્ટીના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકર્તાઓ સ્ટ્રોંગ રુમની બહાર ટેન્ટ બાંધીને રાતદિવસ સ્ટ્રોંગ રુમની આસપાસની ગતિવિધિઓ પર નજાર રાખી રહ્યા છે.
રાજકીય પાર્ટીઓએ સ્ટ્રોંગ રુમની આસપાસના વિસ્તારમાં ચારે તરફ સીસીટીવી કેમેરા ગોઠવીને EVM સાથે કોઈ છેડછાડ ન થાય તેનું ધ્યાન રાખી રહ્યા છે.