Tuesday, December 6, 2022

મહિલા સફાઈ કર્મચારી સાથે દુષ્કર્મ આચરનાર બન્ને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલાયા | Both the accused who committed rape with the female cleaning worker were sent to jail on completion of remand

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબીના રવાપર ગામ નજીક રાત્રિના સફાઈ કરતી આધેડ વયની મહિલા કર્મચારીને ધારીયું બતાવી કારમાં અપહરણ કરીને બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ બાદ પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને ઝડપી લઈને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતા બંનેને જેલહવાલે કરવામાં આવ્યાં છે.

હવસખોરોને જેવ હવાલે કરાયા
મોરબીના રવાપર ગામ નજીક શુક્રવારે મધરાત્રે સફાઈ કરતા આશરે 55 વર્ષના મહિલા સફાઈ કર્મચારી ઉપર બે હવસખોરોએ ધારીયું બતાવી કારમાં બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ મોઢે ડૂમો દઈને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને માર મારતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં સીસીટીવી ફૂટેજને આધારે આરોપી આશિષ આદ્રોજા અને પંકજ પરમાર રહે મોરબી વાળાને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા આજે બંને ઇસમોને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: