Friday, December 23, 2022

બે મહિનાથી CCTV વગરના વાસણાના જિમ્નેશિયમમાં થઈ રહી છે સાધનોની ચોરી, ટ્રેનર તો ફરકતા પણ નથી | For two months, the equipment has been stolen in the gymnasium without CCTV, the trainer does not even move.

અમદાવાદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ વિભાગોમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરી અને તેમાં ચાલતી લાલિયાવાડીને ઝડપી પાડી છે પરંતુ શહેરમાં આવેલા કોર્પોરેશનના જિમનેશિયમમાં ચાલતા કૌભાંડ અને ચોરીને પકડવામાં કમિશનર નિષ્ફળ ગયા છે શહેરના વાસણા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત વીર સાવરકર જિમમાં છેલ્લા કેટલાય સમયથી ચોરી થતી હોવાની અને જીમના કોચ જ આવતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. જીમમાં આવતા સભ્યો દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્રને અનેક વખત ફરિયાદો કરી છે કે જીમમાંથી સાધનોની ચોરી થઈ રહી છે અને કોચ પણ આવતા નથી છતાં પણ કોર્પોરેશનના રી ક્રિએશન વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા આ મામલે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

પાલડી વિસ્તારમાં જ રહેતા અને જીમમાં આવતા તુષારભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીર સાવરકર જીમમાં છેલ્લા કેટલાય સમયથી સાધનોની ચોરી થઈ રહી છે નાના નાના સાધનોની સવારમાં ચોરીની ઘટના બને છે. અમે કોર્પોરેશન તંત્ર ને અને વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ચોરી અંગેની લેખિતમાં જાણ કરી છે જીમના તમામ સભ્યોએ સહી કરી અને અરજી કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સવારે પુરુષો અને બપોરે મહિલા જીમમાં આવે છે અને આ ચોરીની ઘટનાને લઇ અને સિક્યુરિટી હોવી જરૂરી છે પરંતુ જીમમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ નથી.

વાસણા વિસ્તારના વીર સાવરકર માં ચોરીની ઘટનાને પગલે જ્યારે દિવ્યભાસ્કરે જિમમાં રૂબરૂ તપાસ કરી ત્યારે જિમનેશિયમમાં ક્યાંય પણ સૌથી પહેલા સીસીટીવી કેમેરા લાગેલા જોવા મળ્યા ન હતા. વાસણા સિવિક સેન્ટરમાં એક જ બિલ્ડીંગમાં સ્વિમિંગ પૂલ, જિમનેશિયમ અને સેન્ટર ચાલે છે પરંતુ સીસીટીવી કેમેરા જિમનેશિયમમાં ક્યાંય પણ જોવા મળ્યા ન હતા. એક સિક્યુરિટી ગાર્ડ ત્યાં બેઠો હતો તેને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તે માત્ર સ્વિમિંગ પૂલનો જ સિક્યુરિટી ગાર્ડ છે અને અમારી જવાબદારી સ્વિમિંગ પૂલની છે. કોર્પોરેશન તંત્ર આટલું મોટું જીગ્નેશન ચલાવે છે પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની સિક્યુરિટી ન હોવાને લઈ અને સવાલ ઊભા થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર ની તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે જિગ્નેશિયમમાં કોચ રાખવામાં આવ્યા છે જે છેલ્લા કેટલાય સમયથી જીમમાં આવતા જ નથી જેના કારણે જીમના સભ્યોએ જાતે જ કસરત કરવી પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જિગ્નેશિયમમાં કોચને પગાર આપવામાં આવે છે પરંતુ કોચ ત્યાં આવતા જ નથી છેલ્લા બે મહિનાથી કોચ નથી આવતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ એકમાત્ર જીમમાં આ રીતે લાલિયાવાડી દિવ્યભાસ્કરની તપાસમાં સામે આવી છે તો પછી અન્ય જીમમાં પણ આવી રીતે કોચની ગેરહાજરી ચોક્કસપણે હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: