Monday, December 5, 2022

સુરતના ગોડાદરામાં શોર્ટ સર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી, મુસાફરો સલામત, કોઈ જાનહાનિ નહિ | City bus catches fire due to short circuit in Surat's Godadara, passengers safe, no casualty

સુરત18 મિનિટ પહેલા

ગોડાદરા વિસ્તારમાં સિટી બસ આખે આખી બળીને ખાક થઈ, મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સીટી બસમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ફાયરબ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયરબ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

બસમાં આગથી અફરાતફરી
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી બ્લૂ કલરની સીટી બસ [GJ05BX 3225]માં આગ લાગી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી. તે વેળાએ શોર્ટ સર્કીટ થતા બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતા જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગ લાગતા લોકોના ટોળાં એકઠા થઈ ગયાં હતાં.

આગ લાગતા લોકોના ટોળાં એકઠા થઈ ગયાં હતાં.

બસ બળીને ખાક
આગની આ ઘટનામાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ ગઈ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઇ ગઈ હતી.

બસ બળીને સંપૂર્ણ પણે ખાક થઈ ગઈ હતી.

બસ બળીને સંપૂર્ણ પણે ખાક થઈ ગઈ હતી.

શોર્ટ સર્કિટથી આગનું પ્રાથમિક તારણ
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, સવારે બસમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગમાં બસ બળીને ખાખ થઇ ગયી હતી. બસના એન્જિનમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગ્યાનું અનુમાન છે. તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. બીજી તરફ બનાવની જાણ થતા ત્યાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: