CM ભૂપેન્દ્ર પટેલ પહોચ્યા ઓચિંતી મુલાકાતે

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકેની સત્તા સંભાળ્યા બાદ હવે એક્શન મોડમાં આવી ગયા છે. જુદા જુદા વિભાગમાં ભ્રષ્ટાચાર મુક્ત છબી ધરાવતા અધિકારીઓની નિમણૂક થઈ રહી છે. આ સાથે જ મંત્રીમંડળના તમામ સભ્યોને પણ પ્રજાહિતના કામ ગતિ પકડે તે માટે સૂચના આપવામાં આવી રહી છે. તે જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે જુદી જુદી સરકારી કચેરીઓમાં પણ સરપ્રાઈઝ વિઝીટ પણ કરી રહ્યા છે.

સરપ્રાઈઝ વિઝિટ પોલીસ મેળામાં પણ ખરબડાટ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદ જિલ્લા પોલીસ અધિકારીની કચેરીએ અચાનક વિઝીટ કરી હતી. આ વિઝિટની સાથે જ પોલીસ મેળામાં પણ ખરબડાટ મચી ગઈ હતી. તેવી જ રીતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસા તાલુકામાં આંગણવાડી અને ગ્રામજનો સાથે અચાનક મુલાકાત કરી જિલ્લા વહીવટી તંત્રને ચોંકાવી દીધું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માણસા તાલુકાના બાપુપુરા ગામની આંગણવાડી અને પંચાયત ઘરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિહાર ગામની પણ ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.આ પણ વાંચો: આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

ભૂપેન્દ્ર પટેલે લીધી અચાનક સરકારી કચેરીઓની મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્પષ્ટ માનવું છે કે, હવે જનતાની અપેક્ષા પૂર્ણ કરવાનો સરકારનો નિર્ધાર છે. તે માટે સરકારી વહીવટી તંત્ર વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં તેની તપાસ કરવી એ ખૂબ જરૂરી છે. તેના જ પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જુદી જુદી સરકારી કચેરીઓની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર પણ સાથે જોવા મળ્યા હતા. રાજ્યમાં મુખ્યમંત્રી હવે એકદમ એક્શન મોડમાં આવી ગયા છે. આ સાથે સાથે તેઓ અત્યારે સરપ્રાઈઝ મુલાકાત કરી રહ્યા છે.

આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

જુદા જુદા વિભાગમાં ઓચિંતી મુલાકાત

આંગણવાડી અને પંચાયત ઘરમાં યોગ્ય વ્યવસ્થા અને નિયમિત કામ થાય તે માટેની સૂચનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી તંત્રને આપવામાં આવી છે. જે રીતે મુખ્યમંત્રી હવે જુદા જુદા વિભાગમાં ઓચિંતી મુલાકાતે પહોંચી જાય છે. તેને લઈને સરકારી વહીવટી તંત્રમાં પણ સાધુ થઈ ગયું છે. મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સરકારી કચેરીના અધિકારીઓ પર સર્તક થઈ ગયા છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: CM Bhupendra Patel, Gujarat CM Bhupendra Patel, ગુજરાત

أحدث أقدم