પાલનપુર9 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અમીરગઢના સુરેલા ગામમાં ભાજપના ઉમેદવાર લાતુભાઈના કાર્યકરો દ્વારા ભાજપ તરફી મતદાન કરાવવા સાડી અને રૂપિયા વહેંચી આચારસંહિતાનો ભંગ કર્યો હતો
દાતા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર લાતુભાઈ પારગી સામે વધુ એક ફરિયાદ થઈ છે. આ વખતે રાત્રિના અંધારામાં મહિલાઓને માથા પર સાડી ઓઢાડી નાણા વિતરણ કરવાના મામલામાં અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. અત્યાર સુધીમાં દાંતા વિધાનસભામાં કુલ ત્રણ ફરિયાદ નોંધાવી ચૂકી છે જેમાં બે માં નામજોગ જ્યારે એકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઈ છે.
મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા નાણાંની કોથળી જાણે કે ખુલ્લી મુકવામાં આવી હોય તેવો ઘાટ દાંતા વિધાનસભામાં ઘડાયો છે. અહીં ભાજપના ઉમેદવારે અગાઉ બેફામ વાણી વિલાસ, અને ત્યારબાદ ભાજપના કાર્યકરો દ્વારા સાડી ઓઢાડવાના અને નાણા આપવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
વધુ એક નવી ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં જણાવ્યા મુજબ અમીરગઢ તાલુકાના સુરેલા ગામમાં 29 નવેમ્બરે રાત્રે 8 થી 9:00 વાગ્યા વચ્ચે ભાજપના દાતા વિધાનસભાનાતુભાઈ પારગી અને તેમના કાર્યકરો દ્વારા મતદાન કરાવવા માટે મતદારોને સાડીઓ અને રૂપિયા વહેંચી ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાનો ભંગ કરી ગુનો આચર્યો હતો. જેને લઇ આઇપીસીની કલમ 171-b 171-e તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ 1950 1951 1989ની123 (1)(A)(B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરત દીવાન ચલાવી રહ્યા છે.