Monday, December 26, 2022

કેશોદ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં સાયલન્ટ ઝોન અને નોન હોકીગ ઝોન જાહેર કરવા માંગ કરવામાં આવી | A demand was made to declare silent zone and non-hockey zone in Keshod Civil Hospital area

જુનાગઢ29 મિનિટ પહેલા

કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યાં બાદ 75 બેડની અદ્યતન સુવિધા સાથે સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ કાર્યરત થઈ છે. ત્યારે આસપાસના વિસ્તારમાં શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળા બૂમાબૂમ કરતાં હોય ત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને સાથે આવેલાંઓને ધ્વનિ પ્રદૂષણના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે અને ફેન્સીંગવાળી દિવાલ નજીક શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળાને કારણે એમ્બ્યુલન્સ સહિત વાહનોને આવવા જવામાં તકલીફ પડે છે.

હોકીગ ઝોન અને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવે એવી માંગ કરી
કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળા શાકભાજીનો કચરો અને બગડી ગયેલી વસ્તુઓ ફેંકતા હોવાથી આખલાઓ અને ઢોરોનો અડ્ડો બની ગયો છે. જેના કારણે આકસ્મિક ઘટનાઓ બની રહી છે. કેશોદના સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં છાશવારે અપહરણ, ચીલઝડપ, વાહનચોરી ઉપરાંત જાહેરમાં મારામારીની ઘટનાઓનો સિલસિલો રોજીંદા બની રહ્યાં છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુ પંડ્યા દ્વારા આરોગ્ય વિભાગ અને વહીવટી વિભાગને લેખિતમાં રજૂઆત કરી નોન હોકીગ ઝોન અને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવે એવી માંગ કરી છે. કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા લેખિતમાં લોકહિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: