Friday, December 16, 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે શિયાળુ પાકનું ધૂમ વાવેતર; ચણા, જીરું સાથે શાકભાજી અને ઘાસચારાનું પણ વાવેતર | Devabhoomi Dwarka district following heavy rains, planting of winter crops; Vegetables and fodder are also planted along with gram, cumin

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Devabhoomi Dwarka District Following Heavy Rains, Planting Of Winter Crops; Vegetables And Fodder Are Also Planted Along With Gram, Cumin

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મહદ અંશે માફકસર અને પૂરતો વરસાદ થયો હોવાથી પાક-પાણીનું ચિત્ર ઉજળું બની રહ્યું છે. જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મોટાભાગે સચરાચર વરસાદ હોવાના કારણે હાલ શિયાળાની મોસમમાં જમીનના તળ ઊંચા રહ્યા છે.

શિયાળુ પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર
હાલમાં શિયાળાની મોસમમાં શિયાળુ પાકનું વાવેતર વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ઘઉંનું વાવેતર ભાણવડ પંથકમાં 4839 હેક્ટરમાં, કલ્યાણપુર તાલુકામાં 1825 હેક્ટરમાં, ખંભાળિયામાં 549 હેક્ટરમાં તથા દ્વારકામાં આશરે 400 હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત રાયડાના પાકનું વાવેતર કલ્યાણપુર તાલુકામાં 5070 હેક્ટરમાં કરાયું છે. અન્ય તાલુકામાં રાયડાના પાકના વાવેતરને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી.

ખેડૂતોએ જીરુંના પાકનું વાવેતર વધુ પસંદ કર્યું છે
જિલ્લાના અનેક વિસ્તારોમાં આ વખતે શિયાળુ પાકમાં ખેડૂતોએ જીરુંના પાકનું વાવેતર વધુ પસંદ કર્યું છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 20530 હેક્ટર જમીનમાં જ્યારે ખંભાળિયામાં 16755 હેક્ટર જમીનમાં, ભાણવડમાં 5628 અને દ્વારકા તાલુકામાં 1395 હેક્ટરમાં જીરું વાવવામાં આવ્યું છે. આ સાથે ધાણાનું પણ વ્યાપક વાવેતર થયું છે. ભાણવડ તાલુકામાં 14045 હેક્ટરમાં, ખંભાળિયામાં 9750 હેક્ટરમાં, કલ્યાણપુરમાં 5864 હેક્ટરમાં અને દ્વારકા તાલુકામાં 355 ટ્રેક્ટરમાં આ વાવેતર થયું છે.

આ વર્ષે 1,57,000થી વધુ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર
ખંભાળિયા તાલુકાના અનેક ખેડૂતોએ આશરે 136 સેક્ટરમાં બટાકાના પાકનું વાવેતર કર્યું છે. આ સાથે ખેડૂતોએ 8909 હેક્ટરમાં ઘાસચારો પણ વાવ્યો છે. જેમાં દ્વારકા પંથકમાં સૌથી વધુ 4280 હેક્ટર છે. જ્યારે કલ્યાણપુરમાં 1939 હેક્ટર ખંભાળિયામાં 1318 હેક્ટર અને ભાણવડમાં 1342 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર છે. ગત ચોમાસા કરતા સમગ્ર જિલ્લામાં આ વખતે વ્યાપક વરસાદ વરસ્યો છે. જેથી આ વર્ષે 1,57,000થી વધુ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. જે કુલ ખેડવાણ જમીનના 63.75 ટકા વિસ્તારમાં શિયાળુ પાક લેવામાં આવ્યો છે. ચોમાસુ પાકમાં ખાસ કરીને મગફળી, કપાસ તથા જીરુંના નોંધપાત્ર ભાવ ખેડૂતોને મળતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: