અહીં મહિલાઓ માટે ટેન્જિંગની રૂમની વ્વસ્થા નથી. આ સમગ્ર સમસ્યા અંગે ટીવી9 ગુજરાતી દ્વારા વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસારિત થતા જ સૂતેલું તંત્ર સફાળુ જાગ્યું છે અને સ્થાનિકો અને ભક્તોની સમસ્યાને ધ્યાનમાં રાખતા તાત્કાલિક ગોમતી ઘાટનું સમારકામ શરૂ કરી દીધુ છે.

જર્જરિત હાલતમાં ગોમતી ઘાટ
દ્વારકામાં જગત મંદિર નજીક ગોમતી ઘાટનાં જર્જરતિ પગથિયાં અંગે TV9 ગુજરાતીમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને બિસ્માર પગથિયાંના સમારકામની કામગીરી હાથ ધરી છે. આ સમારકામ થઈ જતા ગોમતી નદીમાં સ્નાન કરવા માટે જતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓની સમસ્યાનો અંત આવશે.
વર્ષોથી પાયાની સુવિધાનો અભાવ
સમગ્ર ઘટના એવી હતી કે દ્વારિકાના જગતમંદિરની પાસે આવેલી ગોમતી નદીમાં ભાવિકો સ્નાન કરતા હોય છે પરંતુ ગોમતી નદીના ઘાટ ઉપર જવાના પગથિયાં સાવ તૂટેલા હતા. પ્રવાસીઓ કે ભાવિકો સ્નાન કરવા માટે જાય તો તૂટેલા પગથિયાને કારણે મોટી દુર્ઘટના બની શકે છે. ખાસ કરીને પૂનમની ભરતી કે વિવિધ ઉત્સવ દરમિયાન ભક્તજનોનો ધસારો વધી જતો હોય છે. તેવામાં તૂટેલા પગથિયાને કારણે દુર્ઘટનાનો ભય રહે છે. તેમજ ગોમતી ઘાટ ઉપર મહિલાઓ માટે કપડાં બદલવા માટે એક રૂમની માંગણી પણ કરવામાં આવી છે. અહીં મહિલાઓ માટે ટેન્જિંગની રૂમની વ્વસ્થા નથી.
આ સમગ્ર સમસ્યા અંગે ટીવી9 ગુજરાતી દ્વારા વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસારિત થતા જ સૂતેલું તંત્ર સફાળુ જાગ્યું છે અને સ્થાનિકો અને ભક્તોની સમસ્યાને ધ્યાનમાં રાખતા તાત્કાલિક ગોમતી ઘાટનું સમારકામ શરૂ કરી દીધુ છે. મહત્વપૂર્ણ છે કે દ્વારકામાં દર્શને આવતા ભક્તો ગોમતી ઘાટની અચૂક મુલાકાત લઇને ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરે છે. ત્યારે જર્જરિત ઘાટ અને મહિલાઓ માટે ચેન્જિંગ રૂમની સુવિધા ન હોવાની યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે
અંગે વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. દ્વારકામાં વારે તહેવારે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટે છે. દર્શનાર્થે આવતા ભક્તો ગોમતી નદીમાં સ્નાન કરવાનો લ્હાવો અચૂક લે છે. પરંતુ ગોમતીની દુર્દશા અને ગંદકી જોઇને ભક્તોમાં ઘણો રોષ વ્યાપ્યો છે. સરકાર એક તરફ ધાર્મિક સ્થળોએ સુવિધાઓ વધારી પ્રવાસન વધુને વધુ વિકસે તેના પર ભાર મુકી રહ્યા છે તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થાનિક તંત્રની ઉદાસીનતાને કારણે આજે ઘાટની હાલત દયનિય બની હતી. જોકે ટીવી9 ગુજરાતીના અહેવાલ બાદ અહીં કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિથ ઇનપુટ ક્રેડિટઃ મનીષ જોષી, દ્વારકા