કચ્છ (ભુજ )21 મિનિટ પહેલા
- કૉપી લિંક

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે, વિકાસપથ રોડ પર આવેલા સામૂહિક શૌચાલય સફાઈના અભાવે ગંદકીથી ખદબદી રહ્યા છે. જેને લઈ લોકો ઉપયોગ ના કરી શકતા સંકુલ નિર્માણનો ખર્ચ એળે જતો જોવા મળી રહ્યો છે. ગંદકીના કારણે પુરુષ શૌચાલયને ખુલી શકે કે ઉપયોગ ન થઈ શકે તે રીતે બંધ કરી દેવામાં આવ્યું છે, તો સ્ત્રી શૌચાલય ખુલ્લું હોવાથી નાછૂટકે પુરુષો પણ તેંનો ઉપયોગ કરતા રહે છે. જેને લઈ પુરુષો ક્ષોભની સથીતિમાં મુકાઈ જતા હોય છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા અહીં સફાઈ હાથ ધરી ફરી ઉપીયોગી બનાવાય એવી લોક માંગ ઊઠી છે.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલા નલિયા-ભુજ-માંડવીના ત્રિભેટે આવેલા વિકાસ માર્ગે પુરુષોના શૌચાલયને લોખંડના નટ અને સ્ક્રુથી સજ્જડ રીતે ફીટ કરીને બંધ કરી દેવામાં આવ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યારે બાજુમાં આવેલ મહિલા શૌચાલયમાં પાર વિનાની ગંદકી, ઝેરી ડંખ ના નિવાસસ્થાનના કારણે મહિલાઓ શૌચાલયમાં જઈ શકે તેમ નથી. તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. .પુરુષોના શૌચાલયને બંધ કરી દેવામાં આવ્યું છે. મહિલા શૌચાલયમાં કેટલાય દિવસથી સાફ સફાઈના અભાવે આ સ્થળની હાલત ઉકરડાથી પણ બદતર હાલત જોવા મળી રહી છે. તો સ્થાનિકે ભમરી તરીકે ઓળખાતા ડંખીલા જીવે ઘણા સમયથી મહિલા શૌચાલયમાં પોતાનું રહેઠાણ, માળો બનાવી લેતા મહિલાઓ અંદર જઈ શકતી નથી અને જાય તો મનમાં ભય રહેતો હોય છે. જેના કારણે શૌચાલયમાં જવાના બદલે પાછું વળી જવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહે છે. તંત્ર દ્વારા યોગ્ય નિવારણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

