- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Dr. Chirag Patel, Physical Director Of The University, Created A Fake Account And Demanded Money From The Circle Of Friends
પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક
- સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી, મિત્રોને કોઈપણ વ્યવહાર ના કરવા અપીલ કરી
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના શારીરિક નિયામકનું સોશ્યલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી મિત્ર વર્તુળમાં પૈસાની માંગણી કરાઈ રહી હોવાનું ધ્યાને આવતા નિયામકે તાત્કાલિક આઇડી સામે કાર્યવાહી કરવા માટે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
યુનિવર્સિટીના શારીરિક નિયામક ડૉ.ચિરાગ પટેલનું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી તેમાં તેમની તસ્વીર રાખી તેમના મિત્ર વર્તુળ પાસે પૈસાની જરૂર હોય ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવી રહ્યું હોય શુક્રવારે સાંજે તેમના મિત્ર વર્તુળમાંથી નિયામકને ટેલિફોનિક આ બાબતે પૂછપરછ કરતાં તેમણે કોઈ પૈસાની માંગણી કરી નથી કે તેમને આવો કોઈ મેસેજ ના કર્યો હોવાનું જાણતાં તાત્કાલિક અન્ય મિત્રો સાથે છેતરપીંડી ન થાય અને ખોટું ફેક આઇડી બનાવનાર સામે કાર્યવાહી થાય તે માટે આ મામલે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે નિયામક ડૉ.ચિરાગ પટેલે જણાવ્યુ કે હું ઇન્સ્ટાગ્રામ બહુ વાપરતો ના હોઈ મારુ આઇડી જેવું જ ખોટું આઇડી બનાવ્યું છે. એટલે શોશ્યલ મીડિયા આઇડી કે મારા નામથી કોઈપણ પૈસાની માંગણી કરે તો કોઈપણ વ્યવહાર ના કરી તાત્કાલિક પોલીસને કે મને જાણ કરવા મિત્રવર્તુળમાં સૂચના આપી છે.