મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક
- પ્રાંત કચેરી, મામલતદાર, તાલુકા પંચાયત, પાલિકામાં મોટાભાગના કર્મચારીઓ મતદાન પછી મધરાતસુધી કામગીરીમાં રહેતાં મંગળવારે કચેરીઓમાં કામકાજ બંધ હાલતમાં રહ્યું
મહેસાણા જિલ્લામાં વિધાનસભાની સાત બેઠક વિસ્તારમાં સોમવારે મતદાન ફરજના સરકારી કર્મચારીઓને મોડીરાત સુધી કામગીરી ચાલુ રહી હોઇ મંગળવારે કામગીરીમાંથી મુક્તિ અપાયેલી છે. જેમાં મધરાત અને મંગળવાર વહેલી સવાર સુધી રિસિવિંગ સેન્ટરોએથી ઇવીએમ સહિતની સામગ્રી સ્ટ્રોગરૂમ પહોંચાડી વ્યવસ્થા કામગીરી ચાલી હતી. જેમાં મંગળવારે પ્રાન્ત કચેરી, મામલતદાર,તાલુકા પંચાયત, નગરપાલિકા ખાતે મોટાભાગના અધિકારી, કર્મચારીઓ ચૂંટણી કામગીરીના ઉજાગરામાં દિવસે હળવા આરામમાં રહેતાં કચેરીઓ ખાલીખમ જોવા મળી હતી અને વિવિધ કામકાજે આવતાં અરજદારોને ફેરો પડ્યો હતો.
મહેસાણા જિલ્લામાં મહેસાણા, બહુચરાજી, કડી, ઊંઝા, ખેરાલુ, વિજાપુર અને વિસનગર મતવિસ્તારમાં મતદાન બાઇ ઇવીએમની પેટીઓ વિસ્તારના સેન્ટરથી બાસણા કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમ લઇ જવાઇ હતી. જ્યારે મતદાન સિવાયના ઇવીએમ વેરહાઉસ ખાતે શિફ્ટ કરવાની કામગીરી રાતભર ચાલી હતી. સ્ટ્રોંગ રૂમ ખાતે વિધાનસભાદીઠ ઇવીએમ સ્ટ્રોંગ રૂમ વ્યવસ્થાઓ તેમજ બંદોબસ્ત વગેરેને કામગીરીમાં રાતભર કર્મચારીઓ અને અધિકારીઓ વ્યસ્ત રહ્યા હતા. ખાસ કરીને મતદાન મથકોના પ્રિસાઇડીંગ અને પોલિંગ 1 કર્મચારીઓ મતદાન પછી રિસિવિંગ સેન્ટર ખાતે મોડીરાત સુધી કામગીરીમાં રહ્યા હતા.
જ્યારે મહિલા પોલીંગ કર્મચારીઓને મતદાન પ્રક્રિયા બાદ ફરજમાંથી મુક્તિ અપાઇ હતી. સરકારી કચેરીઓ ઉપરાંત ચૂંટણી ફરજમાં મોડીરાત સુધી કામગીરીમાં રહેલા મોટાભાગના શિક્ષકો, બેંક કર્મચારીઓ સહિત વિવિધ બ્રાન્ચોના કર્મચારીઓ મંગળવારે મળવાપાત્ર રજાનો લાભ લીધો હતો.