Saturday, December 3, 2022

રાજકોટમાં કોંગી નેતાએ EVMમાં ચેડાં થતા અટકાવવા સ્ટ્રોંગરૂમની બહાર CCTV લગાવ્યા, મોબાઈલથી સતત મોનીટરીંગ કરશે | In Rajkot, Congolese leader installs CCTV outside strongroom to prevent tampering with EVMs, will continue monitoring from mobile

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Congolese Leader Installs CCTV Outside Strongroom To Prevent Tampering With EVMs, Will Continue Monitoring From Mobile

રાજકોટ21 મિનિટ પહેલા

‘લોકતંત્ર પ્રજાજનોનાં મતદાન પર નભે છે’, ‘લોકશાહીનું ધરુ’ નામના નિબંધમાં ઉમાશંકર જોશીએ આ વાક્ય ટાંક્યું છે. ભારત જેવા વિશાળ લોકતાંત્રિક દેશમાં લોકશાહીનો યજ્ઞ એટલે ચૂંટણી અને લોકશાહીના આ યજ્ઞમાં સમિધ હોમવાનું નામ છે મતદાન. ચૂંટણીને આ સ્તર પર તમે વ્યાખ્યાયિત કરતા હો ત્યારે EVM મશીનનું મૂલ્ય એક પવિત્ર હવનકુંડથી બિલકુલ ઓછું ન ઊતરે! ત્યારે EVMમાં ચેડાં થયા હોવાની ફરિયાદ વારંવાર ઉઠે છે. તેના નિવારણ અર્થે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટ્રોંગરૂમની બહાર કાર પર CCTV લગાવ્યા છે. જ્યાંથી તેનું સતત મોનીટરીંગ કરવામા આવશે.

મુખ્ય પ્રવેશ દ્વાર સામે CCTV મુકાયા

મુખ્ય પ્રવેશ દ્વાર સામે CCTV મુકાયા

મોબાઈલથી નિયમન થતું રહેશે
રાજકોટ વિધાનસભા 68 કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયુગુરૂએ આધુનિક ટેકેનોલોજીનો ઉપયોગ કરી સ્ટ્રોંગ રૂમ બહાર મુખ્ય પ્રવેશ દ્વાર સામે CCTVથી સજ્જ કાર મુકવામાં આવી છે જેના મારફત મોબાઈલ પર સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.

કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર

કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર

કોલેજ બહાર CCTVથી સજ્જ કાર મૂકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા સાથે તમામ EVM ને સ્ટ્રોંગ રૂમ ખાતે સિલ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના કણકોટ ગામે ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે તમામ 8 બેઠકોના EVM સીલ કરી સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે આ સાથે કોંગ્રેસ દ્વારા કોલેજ બહાર CCTVથી સજ્જ કાર મૂકી સ્ટ્રોંગરૂમ પર નજર રાખવામાં આવી રહી છે.

કણકોટ ગામે EVM સીલ કરી સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા

કણકોટ ગામે EVM સીલ કરી સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા

CCTV સોલાર અને બેટરીથી ઓપરેટ થાય છે
રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થતાની સાથે તમામ EVM સીલ કરી બાદમાં રાજકોટના કણકોટ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકી રૂમ સીલ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે EVM માં કોઈ ચેડા ન થાય તેમજ સ્ટ્રોંગ રૂમ ખાતેની અવરજવર કોણ કોણ કરી રહ્યું છે તેના પર નજર રાખવા માટે કોંગ્રેસે ખાસ CCTV મુકવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા કોલેજના પ્રવેશ દ્વારની સામે એક કાર મુકવામાં આવી છે આ કાર માં એક CCTV કેમેરો મુકવામાં આવ્યો છે જે સોલાર અને બેટરીથી ઓપરેટ થાય છે અને ઇન્ટરનેટ કનેક્ટ હોવાથી મોબાઇલમાં CCTV દેખરેખ રાખવામાં આવે છે.

EVM તેમજ VVPET સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા

EVM તેમજ VVPET સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા

ચૂંટણી અધિકારી અને CPએ ચકાસણી કરી
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની ટીમે શુક્રવારે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે EVM રીસીવિંગ સેન્ટરના સ્ટ્રોંગ રૂમોની મુલાકાત લઈને સલામતી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. 8મી ડિસેમ્બરે મત ગણતરીના દિવસે સમગ્ર કામગીરી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

CPએ સુરક્ષા અધિકારીઓને ખાસ સૂચના આપી
જ્યારે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સમગ્ર કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગોઠવાયેલી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ કચાસ ન રહી જાય તે જોવા સુરક્ષા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. નોંધનીય છે કે લોકશાહીનો અવસર ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના નેજા હેઠળ કલેકટર કચેરી ખાતે ગુરુવારે EVM ટ્રેકિંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેમાં EVM અને VVPETના સેકન્ડ રેન્ડમાઈઝેશન બાદ શરૂ 24 કલાક સુધી ટ્રેકિંગ કરાયું હતું. જે મતગણતરી પૂર્ણ થયા સુધી કાર્યરત રહ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીએ EVM રીસીવિંગ સેન્ટરના સ્ટ્રોંગ રૂમોની મુલાકાત લીધી હતી

જિલ્લા ચૂંટણી અધિકારીએ EVM રીસીવિંગ સેન્ટરના સ્ટ્રોંગ રૂમોની મુલાકાત લીધી હતી

24 કલાક સુધી ટ્રેકિંગ EVMનું ટ્રેકિંગ થયું
આ અંગે ઈન્ચાર્જ ઓફિસર વી.બી. બસીયાએ જણાવ્યું હતું કે, ઈવીએમ મશીનની સુરક્ષા જળવાય અને નિર્વિઘ્ને મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર રાજકોટ જિલ્લાના આ કંટ્રોલ રૂમ દ્વારા બે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.EVM મશીનને બૂથ પર પહોંચાડવા માટે વપરાયેલા કુલ 511 વાહનોનું ટ્રેકિંગ આ રૂમ મારફતે કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 233 ઝોનલ ઓફિસર, સુપરવાઇઝર, રૂટ સુપરવાઇઝરના મોબાઈલમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલી ‘‘ઇલેક્શન ટ્રેકિંગ મોબાઈલ એપ’’ ડાઉનલોડ કરવાની હોય છે. જે મારફત તેમનું ટ્રેકિંગ પણ આ રૂમ ખાતે કરવામાં આવ્યું હતું.

EVM ટ્રેકિંગ કંટ્રોલ રૂમ કાર્યરત

EVM ટ્રેકિંગ કંટ્રોલ રૂમ કાર્યરત

આ વખતે 6.27 ટકા મતદાન ઘટ્યું
મતદાનના પ્રારંભથી જ તમામ રાજકીય પક્ષના કાર્યકરો મતદારોને ઘરની બહાર કાઢી મતદાન મથક સુધી પહોંચાડતા જોવા મળ્યા હતા, મતદાન મથકથી 100 મીટર દૂર જ વાહનો અટકાવી દેવાતા હતા અને મતદાનની સ્લિપ સાથે ઓળખનો અસલ પુરાવો સાથે નહીં લાવનારને મતદાન કરવા નહોતા દેવાતા, આવા અનેક લોકો મતદાન કરવાથી વંચિત રહ્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં શહેરની ચારેય બેઠક પર સરેરાશ 65.97 ટકા અને 2017ની ચૂંટણીમાં સરેરાશ 66.17 ટકા મતદાન થયું હતું, ગત ચૂંટણી કરતાં આ વખતે 6.27 ટકા મતદાન ઘટ્યું હતું. મતદાન પૂર્ણ થતાં જ ચુસ્ત બંદોબસ્ત હેઠળ તમામ મશીનો સ્ટ્રોંગરૂમે લઇ જવાયા હતા, ચૂંટણી પૂરી થતાં જ તમામ મુખ્ય ઉમેદવારે જીતના દાવા કર્યા હતા જોકે તેમના દાવા કેટલા સાચા અને કેટલા ખોટા હતા તે 8મીએ મતગણતરી બાદ સ્પષ્ટ થઇ જશે.

અનેક લોકો મતદાન કરવાથી વંચિત રહ્યા

અનેક લોકો મતદાન કરવાથી વંચિત રહ્યા

ચૂંટણીમાં ફરિયાદનો એક પણ ફેક્સ ન આવ્યો
વિધાનસભાની ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અન્ય રાજ્યોની પોલીસ, અર્ધલશ્કરી દળ, એસઆરપી, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં મતદાન પ્રક્રિયા શાંતિથી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી સ્થિત કંટ્રોલરૂમ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ વાનોનું મોનિટરિંગ કરી રહ્યાં હતાં. પેટ્રોલિંગ કરી રહેલા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી હોય દસ મિનિટથી વધુ પોલીસ વાન એક જ સ્થળે ઊભી રહેવાનું જાણવા મળતા કંટ્રોલરૂમ પરના અધિકારી માહિતી મેળવતા હતા.

તમામ મશીનો સ્ટ્રોંગરૂમે લઇ જવાયા

તમામ મશીનો સ્ટ્રોંગરૂમે લઇ જવાયા

આવી કોઇ ઘટના બની ન હતી
આ અંગે કંટ્રોલરૂમ પર ફરજ પર રહેલા એસીપી વી.જી.પટેલે જણાવ્યું કે, ગુરુવારે યોજાયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન સવારે દૂધની ડેરી રોડ પર એક શખ્સ પૈસા આપતો હોવાનો અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેથી તે વિસ્તારમાં રહેલા પોલીસ અધિકારીને તાત્કાલિક યોગ્ય કરવા સૂચના આપી હતી. જેને પગલે પોલીસ ટીમ તુરંત ત્યાં દોડી જતા આવી કોઇ ઘટના બની ન હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. જ્યારે કુવાડવા રોડ, ડી-માર્ટ પાસે કોઇ પક્ષના શખ્સો મતદારોને ધમકી આપતા હોવાનો કોલ આવ્યો હતો. તુરંત પોલીસ ટીમને ત્યાં દોડાવતા માહિતી મુજબનું કંઇ જોવા મળ્યું ન હતું. આ ઉપરાંત મતદારોને પૈસા દઇ રિઝવતા હોવાનું, ટોળાં ભેગા થયાના, મતદાન મથક પાસે ઝઘડો કરતા હોવાની ફરિયાદો મળી મતદાન પ્રક્રિયાના નવ કલાકમાં કુલ 13 ફરિયાદ મળી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: