ચૂંટણી રાજકીય પક્ષોની પણ પરીક્ષા તંત્રની | Examination system of election political parties also

ભુજ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અબડાસા સીટના છેવાડે આવેલા મોટી ગુહર બુથથી રાપરના છેવાડે નાંદા બુથ વચ્ચે અધધ 327 કિમીનું અંતર
  • જિલ્લા મથક ભુજથી ધોળાવીરા બુથ 219 કિમી દૂર : વિધાનસભા સીટનો એક બુથ કુરન ભુજથી 88 કિમી દૂર !

વિસ્તારની દ્રષ્ટીઅે કચ્છ ભારતનો સાૈથી મોટો જિલ્લો છેે. અા સરહદી જિલ્લામાં રણ, દરિયો, ક્રીક, મેદાનો(બન્ની) અને ડુંગરો સહિતના ભૂપૃષ્ઠ હોવાથી કોઇ પણ સરકારી યોજના, પ્રક્રિયા લાગુ કરવા પકડારજનક છે. ખાસ કરીને કચ્છમાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ખૂબ જ મહેનત માંગી લે છે. ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની કોઇ સમસ્યા નથી, પણ અહીં લાંબુ અંતર મુખ્ય સમસ્યા છે.

જિલ્લા મથક ભુજ (કે જ્યાં મતગણતરી માટે ઇવીએમ પહોંચાડવાના છે) થી ધોળાવીરા બુથનું અંતર અંદાજે 219 કિમી છે. તો બેલાથી અંતર 180 કિમી, પશ્ચિમમાં અબડાસા સીટનું મોટી ગુહરનું અંતર 155 કિમી થાય છે ! એટલે કે આ અંતરીયાળ વિસ્તારોમાંથી ઇવીએમની પેટીઓ ભુજ પહોંચતા મધરાત થઇ જાય તેવી સંભાવના છે.

કચ્છ જિલ્લો એટલો મોટો છે કે પશ્ચિમના છેવાડે આવેલા ગુહર બુથથી પૂર્વના રાપર સીટના નાંદા બુથ વચ્ચેનું અંતર અધધ 327 કિમી થાય છે. તો ઉત્તરમાં અંતિમ ગામ કુરનથી દક્ષિણમાં સાગર કિનારે માંડવી વચ્ચે 150 કિમીનું અંતર છે. વળી ગુહર અને ધોળાવીરા વચ્ચેનું અંતર માપવામાં આવે તો અધધ 377 કિમી જેટલુ થાય છે.

ભુજમાં 98 ગામ અને અેક શહેર : કુલ મતદાન બુથ 301
ભુજ વિધાનસભા સીટમાં 301 બુથ છે. જેમાં અંદાજે 98 ગામ અને ભુજ શહેરનો સમાવેશ થાય છે. સરહદી સીટમાં ઉત્તર સાૈથી છેલ્લે કુરન મતદાન મથક અને દક્ષિણમાં ગજોડ છે. સાૈથી અોછા હરીપરના અેક બુથમાં માત્ર 26 અને પીરવાડી બુથ પર 58 મતદારો છે. જ્યારે ભુજ-4, 6,8,13,25,27,41,46,109 નંબરના બુથ પર 1400થી વધારે મતદારો છે. તો માધાપર બુથ-24માં પણ 1400થી વધારે મતદારો છે.

અંજારમાં 116 ગામ, એક શહેર : સૌથી ઓછા 270 મતદારો ભવાનીપરમાં
અંજાર સીટમાં 116 ગામ અને એક શહેર મળી કુલ 292 બુથ છે. સૌથી ઓછા 270 મતદારો ભવાનીપરમાં છે. જ્યારે ગળપાદરમાં 288, જગતપર 285 અને લેરમાં 280 મતદારો છે. સૌથી વધારે મતદારો મેઘપર કું.1માં 1484 અને અંજાર-22માં 1425 છે. ઉત્તરમાં રૂદ્રાણી અને દક્ષિણમાં દરિયા કિનારે વીરા મતદાન મથક છે. જે બન્ને વચ્ચેનું અંતર 72 કિમી છે.

ગાંધીધામ સીટમાં માત્ર 47 ગામ પણ બે શહેર
ગાંધીધામ સીટમાં ભચાઉ તાલુકાનો પણ શહેર સહિતનો ભાગ આવે છે. બે તાલુકાના કુલ 47 ગામ અને બે શહેર મળી કુલ 309 બુથ છે. સાૈથી અોછા દેશલપરમાં 102 અને અમરસરમાં 237 મતદારો છે. જ્યારે સૌથી વધારે ગાંધીધામ 103 બુથ પર 1463 મતદારો છે. ગાંધીધામ-60,61 અને 67માં પણ 1400થી વધારે મતદારો છે.

અબડાસામાં 280થી વધારે ગામ : અનેક બુથમાં 100થી અોછા મતદારો
વિસ્તારની દ્રષ્ટીએ રાજ્યની સૌથી મોટી અબડાસા સીટમાં ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. અહીં કુલ 280થી વધારે ગામ અને 379 બુથ પર મતદાન થશે. સૌથી ઓછા મતદારો દાહામાં 89 , મણકાવાંઢમાં 120, ભગોડીવાંઢમાં 101, વણવારીવાંઢમાં 124, સારંગવાડામાં 44, સધીરાવાંઢમાં 103, નાંગીયામાં 84, કંઢાયમાં 120, ભીમપરમાં 82, કમંડમાં 102, ભારાપર-ભાડરામાં 90 મતદારો છે. તો એક બુથ પર સૌથી વધારે 1356 મતદારો સાંધણમાં છે. તો નખત્રાણા અને કોટડા (જ)ના એક બુથમાં પણ 1300થી વધારે મતદારો છે.

રાપરમાં 145 ગામ અને 293 બુથ
રાપર સીટમાં ખડીર અને ભચાઉ તાલુકાના દક્ષિણના ગામો પણ આવે છે. અા સીટ પર 145 ગામ અને રાપર શહેર મળી કુલ 293 બુથ છે. અહીં સૌથી ઓછા સુદાણાવાંઢમ માત્ર 96 મતો છે. તો થાનપરમાં પણ 130 આસપાસ મતો છે. સાૈથી વધારે રાપર -8, રાપર 6 અને રાપર 17 બુથ પર 1400થી વધારે મતો છે.

માંડવીમાં 138 ગામ, બે શહેર અને 286 બુથ
તો માંડવી સીટ પર મુન્દ્રા સહિત બે શહેર તથા 138 ગામનો સમાવેશ થાય છે. કુલ 286 બુથ છે. આ સીટ પર સૌથી ઓછામતદારો હમીરપર મોટામાં 76, પ્રતાપપરમાં 82, બાબીયામાં 86 અને કુવાપધ્ધરમાં 106 મતો છે. તો સૌથી વધારે મુન્દ્રા-12ના શારદા મંદિર શાળા મતદાન મથકમાં અધધ 1500 મતદારો છે. તો માંડવી 20, માંડવી-32, માંડવી-34,માંડવી-38,39, બારોઇ-9,માં પણ 1400થી વધારે મતદારો છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post