62 મેચો બાદ 2 ફાઈનલિસ્ટ ટીમો સામે આવી છે. પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે અને બીજી સેમિફાઈનલમાં ફ્રાન્સની ટીમે જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો
કતારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલો ફિફા વર્લ્ડકપ 2022 હાલ તેના અંતિમ તબક્કામાં છે. 62 મેચો બાદ 2 ફાઈનલિસ્ટ ટીમો સામે આવી છે. પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે અને બીજી સેમિફાઈનલમાં ફ્રાન્સની ટીમે જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ફિફા વર્લ્ડકપ ફાઈનલ મેચ
ફિફા વર્લ્ડકપનું પ્રદર્શન
ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી.
આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.
ફિફા વર્લ્ડકપ 2022નું પ્રદર્શન
આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચ જીતી શકી હતી. ફિફા વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ આ ટીમને સાઉદી અરબ સામે 1-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે મેક્સિકો સામે 2-0થી અને પોલેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. રોમાંચક કવાર્ટર ફાઈનલ મેચમાં આ ટીમે પેનલટી શૂટઆઉટમાં નેધરલેન્ડની ટીમને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળ્યુ હતુ.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીત મેળવી હતી. બીજી મેચમાં ડેનમાર્ક સામે 2-1થી જીત મેળવી હતી. જ્યારે અંતિમ મેચમાં તુનેસિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડયો હતો. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે 3-1થી જીત મેળવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી.
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે….