Friday, December 16, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» FIFA World Cup: મેસ્સી અને એમ્બાપ્પે વચ્ચે થશે જંગ, જાણો કોણ કોના પર છે ભારે?
TV9 GUJARATI | સંપાદિત: નિરુપા દુવા
આના રોજ અપડેટ કરેલ: ડિસે 16, 2022 | 10:31 AM
ફિફા વર્લ્ડકપનો ખિતાબી જંગ રવિવારના રોજ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. આ મેચમાં ચાહકો સૌથી વધુ કિલિયન એમબાપ્પે અને લિયોનલ મેસ્સીની જંગમાં જોવા મળશે.
આ વર્લ્ડકપ લિયોનલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડકપ છે. તો એમ્બાપ્પેના આંતરરાષ્ટ્રય કરિયરની શરુઆત થઈ છે.
મેસ્સીએ વર્ષે 2006માં ફિફા વર્લ્ડકપમાં ડેબ્યુ કર્યું હતુ, ત્યારથી અત્યારસુધી તેમણે 25 મેચ રમી છે. તો એમબાપ્પે પોતાનું ડેબ્યું મેચ 2018માં રમી હતી.
મેસ્સીએ ફિફા વર્લ્ડકપમાં 11 ગોલ કર્યા છે. જ્યારે કિલિયને અત્યાર સુધી 9 ગોલ કર્યા છે.
લિયોનેલ મેસ્સી તેની લગભગ બે દાયકા લાંબી કારકિર્દીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યો નથી. તે જ સમયે, કિલિયન ગત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ફ્રાન્સ ટીમનો ભાગ હતો.
લિયોનલ મેસ્સીએ મેદાન પર સૌથી સમય પસાર કર્યો છે તેના હિસાબે તેના ગોલ ખુબ ઓછા છે.