
એમિલિયાનો માર્ટિનેઝ (Emiliano Martinez) એક નવા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં (FIFA World Cup final 2022) આ 30 વર્ષીય ગોલકીપરે ફ્રાન્સના ખેલાડીઓને ગોલ કરતા અટકાવ્યા હતા. જેના કારણે આર્જેન્ટિનાની ટીમ 36 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી છે. આર્જેન્ટિનાએ ફ્રાન્સને શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું, જ્યારે ફૂલ ટાઈમમાં વધારાનો સ્કોર 3-3થી બરાબર રહ્યો હતો. આ રીતે ટીમે 2018 વર્લ્ડ કપની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સ સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.

માર્ટિનેઝે અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં પણ ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્કોર 2-2 થી બરાબર રહેતા મેચનો નિર્ણય શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો હતો. આર્જેન્ટિનાએ 5 માંથી 4 ગોલ કર્યા હતા. બીજી તરફ નેધરલેન્ડના ખેલાડીઓ માત્ર 3 ગોલ કરી શક્યા હતા. માર્ટિનેઝ માટે ખાસ વાત એ છે કે તેણે ગત વર્ષે જૂનમાં આર્જેન્ટિના માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને આટલા ઓછા સમયમાં તેણે મોટી પ્રગતિના સોપાનો સર કર્યા હતા. 2021માં આર્જેન્ટિનાએ કોપા અમેરિકાનો ખિતાબ પણ જીત્યો હતો. સેમિફાઇનલમાં તેણે કોલંબિયા સામે શૂટઆઉટમાં 3 શોટ રોક્યા હતા.

માર્ટિનેઝ તેના માતાપિતા સાથે ખૂબ જ પ્રેમ અને લગાવ છે. જ્યારે તેને અંગ્રેજી ફૂટબોલ ક્લબ આર્સેનલમાં જોડાવાની ઓફર મળી, ત્યારે તેની માતા ઈચ્છતી હતી કે, તે સ્થાનિક ટીમ માટે રમે અને આર્જેન્ટિનાની ટીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરે. આ પહેલા પણ તે ઈંગ્લિશ ક્લબ સાથે રમી રહ્યો હતો. જો કે, તેમનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું અને તેમને પણ ગરીબીના કારણે મુશ્કેલ દિવસોનો સામનો કરવો પડ્યો હતો. લોકડાઉન દરમિયાન જ્યારે આખી દુનિયામાં જયારે રમવાનું બંધ હતું, ત્યારે માર્ટિનેઝ તેની પત્ની અને મશીનની મદદથી પ્રેક્ટિસ કરતો હતો, જેથી તેની લય બગડે નહીં.

લિયોનેલ મેસ્સી માટે આ વર્લ્ડ કપ ખાસ હતો, કારણ કે તે પહેલા તે ક્યારેય ટાઈટલ જીતી શક્યો ન હતો અને ટૂર્નામેન્ટ બાદ તેણે નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું હતું. વર્લ્ડ કપની છેલ્લી સીઝન 2018માં રશિયામાં રમાઈ હતી. ગત સિઝનમાં જ્યારે ફ્રાન્સ રાઉન્ડ-16ની મેચમાં આર્જેન્ટિનાને હરાવીને હટાવી રહ્યું હતું, ત્યારે માર્ટિનેઝ તેના ભાઈ સાથે સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની જાતને વચન આપ્યું કે તે 2022નો વર્લ્ડ કપ જીતશે અને તેણે તે કતારમાં ફિફા વર્લ્ડકપ જીતીને પોતાનું વચન પૂરું કર્યું છે.

માર્ટિનેઝને શ્રેષ્ઠ ગોલકીપર માટે ગોલ્ડન ગ્લવ્સ એવોર્ડ મળ્યો. આ તેમની કામગીરી દર્શાવે છે. મેચ બાદ તે ફ્રાન્સના કૈલીયન એમબાપેને સાંત્વના આપતો પણ જોવા મળ્યો હતો. એમબાપેએ શૂટઆઉટમાં એક ગોલ સહિત મેચમાં 4 ગોલ કર્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. 8 ગોલ કરનાર એમબાપેને ગોલ્ડન બૂટ એવોર્ડ મળ્યો હતો. જ્યારે મેસ્સી ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે નિમાયો હતો અને ગોલ્ડન બોલ જીત્યો હતો. બે વખત આ એવોર્ડ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.

મેસ્સીએ ટૂર્નામેન્ટમાં 7 ગોલ કર્યા હતા અને સૌથી વધુ ગોલ કરવાના મામલે તે બીજા ક્રમે હતો. આ તેનો 5મો વર્લ્ડ કપ હતો. અગાઉ 2014માં પણ તે ટીમને ફાઇનલમાં લઈ ગયો હતો, જ્યારે ટીમ જર્મની સામે હારી ગઈ હતી. પરંતુ આ વખતે મેસ્સીએ ફાઈનલ મેચમાં કુલ 3 ગોલ કરીને પોતાના ખિતાબની લાંબી રાહનો અંત આણ્યો હતો. આ રીતે તે દિગ્ગજ ડિએગો મેરેડોનાની બરાબરી પર પહોંચી ગયો છે. મેરેડોનાએ 1986માં આર્જેન્ટિનાને છેલ્લી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: FIFA 2022, Football World Cup, ફિફા