Sunday, December 4, 2022

સુરતના ઉધનામાં કપડાની દુકાનમાં આગ લાગતા અફડાતફડી, તૈયાર કપડાનો જથ્થો બળીને ખાક | Fire breaks out in clothing shop in Udhana, Surat

સુરત32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આગ પર ફાયરબ્રિગેડ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો.(ફાઈલ તસવીર) - Divya Bhaskar

આગ પર ફાયરબ્રિગેડ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો.(ફાઈલ તસવીર)

ઉધના વિસ્તારમાં આજે વહેલી સવારે રેડીમેટ કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જેના લીધે ત્યાં ભાગદોડ થઈ જવા પામી હતી.ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હરીનગર નજીક રેડીમેડ કપડાની દુકાનમાં આજે વહેલી સવારે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
આ અંગે દુકાન માલિક સહિતનાઓને જાણ થતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ત્યાંના વ્યક્તિઓએ દુકાનમાંથી અમુક સામાન બહાર કાઢીને આગ બુજાવવાનો પ્રયાસ કરતા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા મજુરાગેટ અને માન દરવાજા ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના થઈ ગયા હતા અને થોડા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટથી આગ લાગી
જોકે આગને લીધે કપડાંનો જથ્થો, એ.સી, વાયરીંગ, ટેબલ, ખુરશી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું. જ્યારે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હોવાનું ફાયર ઓફિસર ક્રિષ્ના મોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: