Saturday, December 3, 2022

ખેરાલુ બેઠક પર છેલ્લા ત્રણ વર્ષથી ચાર ગામોના મતદારો ચૂંટણીથી અળગા, બુથ માત્ર શોભાના ગાંઠીયા બની રહ્યાં | For the last three years in Kheralu seat, the voters of four villages have been separated from the elections, the booths have become mere decorative objects.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • For The Last Three Years In Kheralu Seat, The Voters Of Four Villages Have Been Separated From The Elections, The Booths Have Become Mere Decorative Objects.

મહેસાણા35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પર લોકશાહીના અવસર ટાણે ચાર ગામના રહીશોએ ત્રણ વર્ષથી પાણી સહિતની પ્રાથમિક સેવાઓ ન મળતા ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહ્યાં છે. ગત સ્થાનિક ચૂંટણીમાં તાલુકા બેઠક પર ઉમેદવાર માટે આ ગામોમાંથી ઉમેદવાર ઉભા ન રહેતા જિલ્લા પંચાયતની બેઠકના મતદાન માટે ચારેય ગામોના બુથ માત્ર શોભાના ગાંઠીયા બન્યાં હતા. તેની સાથે ચારેય ગામના એક પણ નાગરિકે ઉમેદવાર કે, મતદાન ન કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જે વિરોધના સૂર વિધાનસભાની ચૂંટણી માટે પણ યથાવત રાખવામાં આવ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી બહિષ્કાર
​​​​​​​
જિલ્લાના છેવાડે આવેલા ગામડાઓ તરીકે જાણીતા ખેરાલુ-સતલાસણા પથકમાં મોટાભાગે ખેતી અને પશુપાલન પર આધારિત જનજીવન રહ્યું છે. જેના કારણે અહીંના વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સેવાઓની જરૂરિયાત વર્તતી રહી છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી તાલુકાનું રાજકારણ માત્ર મોટી-મોટી વાતોથી ચાલે છે. જેથી ખેરાલું બેઠકના ડાલીસણા, ડાવોલ, વરેઠા અને રહેમપુરા ગામમાં પાણીની સમસ્યા વિકટ બનતા લોકોએ તંત્રમાં અનેક રજૂઆત કરી હતી. તેમ છતાં મુખ્ય સમસ્યાઓનો નિકાલ ન આવતા ચારેય ગામોના લોકોએ છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી બહિષ્કાર નોંધાવ્યો છે.
એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું
​​​​​​​
ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ ચારેય ગામની તાલુકા પંચાયતની બેઠક પર એક પર પણ ઉમેદવાર નોંધાયા ન હતા અને મતદાનના દિવસે પણ મતદાન માટે ગોઠવાયેલા બુથ ખાલી રહ્યા હતા. જેમાં એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું, ત્યારે હાલમાં આ ગામોમાં સમસ્યાઓનું નિરાકરણ ન થતા 5મી ડિસેમ્બરે મતદાન ટાણે ચૂંટણી 2022નો બહિષ્કાર કરવાનો સૂર ચારેય ગામના લોકો દ્વારા વ્યક્ત કરાયો છે. આ અંગે ખેરાલુ ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને વિગતે જાણકારી આપી જાણ પણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: