હિંમતનગર33 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ઝંડા લગાવવાની પરવાનગી ન હોવા છતાં બંને પાર્ટીએ લગાવ્યા હતા
પ્રાંતિજમાં એપ્રોચ રોડ ઉપર ઝંડા લગાવવાની પરવાનગી ન હોવા છતાં આપ અને ભાજપે ઝંડા લગાવતા પાલિકાએ ઝંડા ઉતરાવી લેતાં બંને પાર્ટી વચ્ચે ઘર્ષણ થતું અટક્યું હતું. શુક્રવારે પ્રાંતિજમાં આપની રેલી હોવાથી પાર્ટીના કાર્ય કરો એપ્રોચ રોડ પર ઝંડા લગાવી દીધા બાદ ભાજપના કાર્યકરોએ પણ ભાજપના ઝંડા લગાવી દેતાં થોડાક સમય બાદ પ્રાંતિજ પાલિકા ચીફ ઓફિસરે સૂચના કરતાં પાલિકાના કર્મીઓએ આપ અને ભાજપના ઝંડા ઉતરાવી દેવાની કામગીરી ચાલી રહી હતી.
દરમ્યાન આપના કાર્યકરોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું કે રેલીની પરમિશન છે ઝંડા લગાડવાની પરમિશન ન હોવાથી બંન્ને પાર્ટીના ઉતારી લેવાયા છે. પાલિકાની પ્રોર્પટીમાં એજન્સી લગાવી શકે અથવા પરમિશન જોઈએ ત્યારબાદ આપની રેલી યોજાઈ હતી. જે ભાખરીયા આવી પહોંચતા ભાજપના કાર્યકરો પણ ઝંડા લઇને આવી પહોંચ્યા અને ઘર્ષણ થતા પોલીસ હોવાથી વચ્ચે અંતર રાખી મામલો થાળે પાડ્યો હતો.