Gujarat Vidhansabha Election : બીજા તબક્કાની તમામ બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે. અહિં છેલ્લા કેટલાક સમયથી તમામ પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે અને તેને લીધે 61 બેઠકોનો જંગ મહાજંગ સમાન બની રહેશે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચારો અહીં.

ગુજરાત ચૂંટણી 2022 લાઈવ
ગુજરાત વિધાનસભા ચૂંટણી તબક્કો 2: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મહત્વનું છે કે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે ખરાખરીનો જંગ જોવા મળશે. મહત્વનું છે કે, આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની તમામ બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે. અહિં છેલ્લા કેટલાક સમયથી તમામ પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે અને તેને લીધે 61 બેઠકોનો જંગ મહાજંગ સમાન બની રહેશે. અહિં શહેરી મતદારો પ્રમાણમાં વધારે હોવાને લીધે ભાજપનો જીતનો સીલસીલો 27 વર્ષથી યથાવત રહ્યો હતો. પરંતુ આ વખતે મુદ્દાઓ અલગ છે. જાતિગત મુદ્દાઓ નહી પરંતુ વાસ્તિવકતા મુદ્દાઓને આધારે મતદાન થવા જઈ રહ્યુ છે અને એટલે જ આ વખતનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.
પર પ્રકાશિત – ડિસે 04,2022 9:59 AM