કિર્તીદાન છે તો શું થઈ ગયું, ID પ્રૂફ ના હોય તો મતદાન ના જ થઈ શકે! પોણો કલાક બેસવું પડ્યું | What happened if there is registration, if there is no ID proof, voting cannot be done! Had to sit for half an hour

રાજકોટ31 મિનિટ પહેલા

સમગ્ર ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રક્રિયાએ વેગ પકડ્યો છે અને વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા છે. જ્યાં તેમની પાસે આધાર કાર્ડની હાર્ડકોપી ન હોવાથી પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા તેમને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. આવા સમયે કિર્તીદાન ગઢવી એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી બેસવું પડ્યું હતું અને એ બાદ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જે બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું.

હું 45 મિનિટથી રાહ જોઉં છું
આ અંગે કિર્તીદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે,ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ નિયમિત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા રહે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઇન્ડિયાનો અમલ નથી થતો. હું 45 મિનિટથી અહીં મતદાન માટેની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે આધારકાર્ડ હાર્ડકોપીમાં નથી પરંતુ ડિજિટલ કોપીમાં છે. છતાં પણ ચૂંટણી તંત્રમાં ફરજ પર તૈનાત કર્મચારીઓ મને મત આપતા અટકાવી રહ્યા છે. કારણકે મારી પાસે હાર્ડ કોપીમાં આધાર કાર્ડ નથી તો આ રીતે ભારત દેશ કઈ રીતે ડિજિટલ બનશે.

કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવામાં આવ્યા

કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવામાં આવ્યા

આ વાત મોદી સાહેબ સુધી પહોંચાડો
વધુમાં તેમણે કહ્યું હતું કે, મારી આ અધિકારીઓને પણ અપીલ છે કે તેઓ મોદી સાહેબને આ વાત પહોંચાડે કે આમને આમ ચાલતું રહેશે તો ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેઇન ક્યારેય સફળ નહીં થાય અને મારી જેવા સેલિબ્રિટીને આટલી વાર સુધી રાહ જોવી પડે તો જે નવા મતદારો છે જે જીવનમાં પ્રથમવાર મતદાન કરવા માટે આવે છે જો તેમની પાસે પણ આવું કોઈ પ્રૂફ નહીં હોય તો શું તેમણે પણ પાછું જવું? આ રીતે મતદાન ન થઈ શકે.

ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેઇન ક્યારેય સફળ નહીં થાય: કિર્તીદાન ગઢવી

ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેઇન ક્યારેય સફળ નહીં થાય: કિર્તીદાન ગઢવી

મતદાન જાગૃતિ કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર
નોંધનીય છે કે કિર્તીદાન ગઢવી ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમની પાસે જ આઈડી પ્રૂફ ન હોવાના કારણે તેઓ મતદાન કરી શક્યા ન હતા ત્યારે હાલ લોકો દ્વારા એવી ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને નિયમ દરેક માટે સરખા રાખવામાં આવ્યા છે પછી તે સેલિબ્રિટિ હોય કે સામાન્ય નાગરિક જો આઈડી પ્રૂફ સાથે લઈને નહીં આવે અથવા તો મતદાન માટેની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલી આચારસંહિતાનો અમલ નહીં કરે તો તેને મતદાન કરવાનો અધિકાર પણ પ્રદાન કરવામાં નહીં આવે

​​​​​​

કિર્તીદાન ગઢવી ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે

કિર્તીદાન ગઢવી ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે

​​​વૈકલ્પીક દસ્તાવેજો માન્ય

ઉલ્લેખનીય છે કે ચૂંટણી કાયદા હેઠળ મતદાન માટે આવતા તમામ મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવાના હોય છે. જો કોઇ મતદાર તેને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ ન કરી શકે તો તેમાં વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી શકે છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા વૈકલ્પીક દસ્તાવેજો માન્ય કરવામાં આવ્યા છે.

આ દસ્તાવેજો સાથે રાખવા જરૂરી
જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ કાઢી આપવામાં આવેલ જોબકાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર ,સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર, રાજય સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતાં ફોટા સાથેનાં ઓળખકાર્ડ અને સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક ડીસેબેલિટી આઈડી કાર્ડ વગેરેનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post