Tuesday, December 27, 2022

જિલ્લામાં હવે વેપારીઓને તાલુકા મથકે જ રજીસ્ટ્રેશન અને ફૂડ લાયસન્સ કાઢી અપાશે | In the district, now the registration and food license will be issued to the traders at the taluka headquarters

મહેસાણા7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સતલાસણા કેમ્પમાં 30 વેપારીને સ્થળ પર લાયસન્સ અપાયાં, 28મીએ કડીમાં કેમ્પ
  • ફૂડ વિભાગનો ગુડ ગવર્નન્સ પાયલોટ પ્રોજેક્ટ, ફૂડ સેફ્ટીવાન તાલુકા મથકે આવશે

ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને અત્યાર સુધી ફૂડ રજીસ્ટ્રેશન, લાયસન્સ માટે મહેસાણા જિલ્લા કચેરી સુધી આવવું પડતું હતું. તો ઘણા નવા વેપારીઓને ઓનલાઇન પ્રક્રિયાની પૂરતી જાણકારીના અભાવે પણ મુશ્કેલી સર્જાતી હતી. જેને ધ્યાને લઇ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ગુડ ગવર્નન્સ પાયલોટ પ્રોજેક્ટમાં સતલાસણાથી સ્થળ પર જ ડિઝિટલ ફૂડ સેફ્ટીવાન મારફતે વેપારીઓને ફૂડ લાયસન્સ કાઢી આપવાનું શરૂ કરાયું છે. આવો જ કેમ્પ હવે 28મીને બુધવારે કડીમાં યોજાશે. જ્યાં સ્થળ પર જ ફૂડ ઓફિસર વેપારીના ફૂડ વ્યવસાયના ડોક્યુમેન્ટ વેરીફીકેશન, ઓનલાઇન એન્ટ્રી અને ફી સાથે લાયસન્સ કોપી કાઢી આપશે.

ફૂડ ઓફિસર તમામ મશીનરી સાથે કેમ્પમાં હાજર રહેશે અને વેપારી જરૂરી ડોક્યુમેન્ટ વગેરે આપતાં સ્થળ પર જ ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ કાઢી આપશે. જિલ્લા ફૂડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર વી.જી. ચૌધરીએ કહ્યું કે, ડિઝિટલ ફૂડ સેફ્ટીવાનમાં કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની વ્યવસ્થા કરાઇ છે. વેપારીઓને ફૂડ લાયસન્સ માટે જિલ્લા કચેરીએ આવવું ન પડે તે માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે.

ગત 21મીએ સતલાસણા કેમ્પમાં બે ફૂડ ઇન્સપેક્ટર મારફતે 30 વેપારીના લાયસન્સ કાઢી અપાયાં હતાં. તા.28મીએ કડીમાં કેમ્પ કરીશું. વર્ષ 2023માં દર મહિને એક તાલુકામાં કેમ્પનું આયોજન કરીશું. રૂ.12 લાખથી ઓછા ટર્નઓવરના નાના વેપારીઓના 5 વર્ષ રજીસ્ટ્રેશનના રૂ.500 અને 5 વર્ષ લાયસન્સના રૂ.10 હજાર ઓનલાઇન ફી અને જરૂરી ડોક્યુમેન્ટ ફૂડ સેફ્ટીવાનમાં જ ઓનલાઇન કરી બંને પ્રક્રિયા વેપારી કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: