Header Ads

નાનડીયા ગામે મહિલાએ શરદીની દવાને બદલે ઝેરી દવા પી લેતાં સારવારમાં મોત | In Nandiya village, a woman died during treatment after taking poison medicine instead of cold medicine

જૂનાગઢ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બનાવને લઈ પરિવારજનો શોકનું મોજુ ફરી વળ્યું
  • ​​​​​​​મહારાષ્ટ્રનો પરિવાર અહીં રહેતો’તો

મહારાષ્ટ્ર રાજ્યના વતની અને હાલ માણાવદર તાલુકાના નાનડીયા ગામે રહેતી એક મહિલાને ખાંસી-શરદી હોય જે દવાને બદલે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી આ બનાવની જાણ થતાં જ પરિવારજનો સારવાર માટે લઈ ગયા હતા સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,મુળ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરભા જિલ્લાના થાના અક્કલકુવાના ગંગાપુર ગામના અને હાલ માણાવદર પંથકના નાંનડિયા ગામે રહેતાં ટેરગીયા ઓલીયાભાઈ વસાવાએ માણાવદર પોલીસ મથકમાં જણાવ્યાં અનુસાર સંગીતાબેન ટેરગિયા વસાવા ઉ.40 ને ખાંસી-શરદી થતી હોય જેથી દવાની બોટલમાંથી શરદીની દવા હશે તેમ સમજી ભુલથી આ બોટલ માંથી થોડી દવા પી જતા સારવારમાં લઇ જવામાં આવ્યાં હતાં.સારવાર દરમીયાન મોત નિપજતાં પરિવારજનો માં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.