Friday, December 16, 2022

રાજકોટમાં લગ્ન પ્રસંગે જઇ રહેલ વૃધ્ધાની નજર ચૂકવી લાખોની કિંમતના દાગીના ચોરી કરી કરતી મહિલાઓને પોલીસે ઝડપી પાડી | In Rajkot, the police arrested the women who were stealing jewelry worth lakhs by paying attention to an old woman who was going to a wedding.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Police Arrested The Women Who Were Stealing Jewelry Worth Lakhs By Paying Attention To An Old Woman Who Was Going To A Wedding.

રાજકોટ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટના નાગરિક બેન્ક ચોક નજીક લગ્ન પ્રસંગે જઇ રહેલ વૃધ્ધાની નજર ચૂકવી તેના થેલામાંથી સોના ચાંદીના લાખોની કિંમતના દાગીના ચોરી કરી મહિલાઓ નાસી ગઈ હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા પોલીસે આજ રોજ 5 મહિલા સહીત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ 34 તોલા સોનુ અને 26 તોલા ચાંદીના દાગીના કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધાના હાથમાંથી દાગીનાનો થેલો ચોરી ગયા
રાજકોટમાં ગત 12 ડિસેમ્બરના રોજ ઇન્દુબેન કાંતીલાલ વાઘેલા ઉ.વ.-69 નામના વૃધ્ધા તેમના પરીવારના સભ્યો સાથે જસદણ લગ્ન પ્રસંગમાં જવા માટે નાગરીક બેન્ક ચોક બસ સ્ટોપ થી બોટાદની બસમાં બેસીને જસદણ જવા નીકળેલ ત્યારે તેમના હાથમાં કાપડની થેલી હતી તે થેલીમાં પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલ (1) ત્રણ સોનાના સેટ બુટ્ટી સાથે (2) સોનાની ત્રણ ચેઇન (3) ચાંદીના ત્રણ-કંદોરા વિગેરે સોના-ચાંદીના દાગીનાઓનો ડબ્બામાં રાખેલ હતા. સોરઠીયા વાડી સર્કલ પાસે બસ પહોંચતા ફરીયાદીને આ દાગીનાનો ડબ્બો પોતાના પર્સમાં જોવામાં આવેલ નહી જેથી તેઓ આજીડેમ ચોકડી પાસેથી બસ માંથી ઉતરી આ બનાવની જાહેરાત પોલીસને આપતા વૃધ્ધાની ફરીયાદ લઇ ભકિતનગર પોલીસ તપાસ હાથ ધરી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
આ તપાસ દરમિયાન પોલીસે નાગરીક બેન્ક ચોકના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા ફુટેજમા બનાવ સમયે ફરીયાદી બહેનની આસપાસ અમુક શંકમદ સ્ત્રીઓ હીલચાલ કરતી અને તેઓ એક રીક્ષામા જતી જોવામા આવતા તેઓ દ્વારા આ રીક્ષા જે રૂટ ઉપરથી જવાની સભાવના હોય, જે તમામ રૂટના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા તેમા રીક્ષાના નંબરની ઓળખ થયેલ હતી. જે રીક્ષાના નંબર પરથી રીક્ષા ચાલકને શોધીકાઢી તેઓની પ્રાથમીક પુછપર કરતા રીક્ષા બનાવના દીવસે નાગરીક બેન્કથી ચાર મહીલાઓને બેસાડેલ અને તેઓ શંકાસ્પદ હોવાની અને તે ચાર મહીલાઓને નંદાહોલ પાસે ઉતારેલ હોવાની હકીકત જણાવેલ.

રીક્ષા ચાલક શંકમદ મહીલાઓને ઓળખી બતાવેલ
મળી આવેલ રીક્ષા ચાલકની માહીતી ટીમ- ૦1 ને આપતા તેના દ્વારા શોધખોળ કરી તેની પુછપરછ કરતા રીક્ષા ચાલકને ફુટેજ બતાવતા તેઓ આ શંકમદ મહીલાઓને ઓળખી બતાવેલ અને તેજ સ્ત્રીઓને તેઓ નંદાહોલ ખાતેથી બેસાડી ગ્રીન્ડલેન્ડ ચોકડી ખાતે મુકી આવેલ હોવાની માહીતી મળેલ હતી. જેથી ટીમ- ૦1 દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી આસપાસના તમામ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા આ શંકમદ મહીલાઓ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ હોવાનુ ફુટેજમા મળી આવેલ હતુ. પરંતુ આગળ કઇ દીશા તરફ જતા રહેશે તે કોઇ સી.સી.ટી.વી. ફુટેજમા જોવામા આવેલ ન હતી. આ શંકમદ મહીલાઓ કઇ તરફ ગયેલ તેનુ કોઇ પગેરૂ મળી આવેલ ન હતુ.

તમામ મુદામાલ આરોપીઓ પાસેથી રીકવર કર્યો
સી.સી.ટી.વી. ફુટેજમા ગ્રીનલેન્ડ ચોકડીથી આગળની શંકમદ સ્ત્રીઓ ગ્રીનલેન્ડ ચોકડીથી ઇકકો કારમા બેસીને લીંબડી તરફ ગયેલ છે. જેથી તે દીશા તરફ માહીતી મેળવવા કામગીરી શરૂ કરેલ હતી. દરમ્યાન આરોપીઓ સુરત રહેતા હોવાની માહીતી મળી હતી. ટીમને સુરત જવા રવાના કરેલ આરોપીઓ સુરતના ગીચ વિસ્તારમાં રહેતા હોય, જેથી સુરત સહેરના ડી.સી.બી. શાખાના અધિકારીઓ સાથે સંપર્ક કરતા સુરત શહેરના ડી.સી.બી.ના અધિકારીઓએ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તુરત બન્ને ટીમની મદદ અર્થે ડી.સી.બી. શાખાના કર્મચારીઓને મદદમાં માટે મોકલ્યા હતા. સુરત શહેર માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ બાખડ મોહલ્લા ગલ્લી નં. 4 ખાતે આરોપીઓના ઝુપડા પાસે રેઇડ કરતા ગુન્હામાં સંડોવાયેલ તમામ મહિલા આરોપી ઉપરાંત પુરુષ સહઆરોપીઓ સહિત કુલ 7 આરોપીઓને પકડી પાડી ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે.

આરોપીઓ અલગ – અલગ શહેરોમાં ચોરી કરવા જતા
આ ગુન્હાના પકડાયેલ આરોપીઓ અલગ અલગ જગ્યાએ અલગ-અલગ શહેરોમાં ચોરીઓ કરવા માટે જતા હોય છે. રેલ્વે સ્ટેશનની બહાર ફુટપાથ ઉપર સુતા રહે છે ત્યારબાદ બસ ટ્રેન તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર મોકો મળે ત્યારે લોકો પાસે રહેલ સર-સામાન નજર ચુકવીને કાઢી લેતા હોય છે અને જે ચોરીમાં દાગીના રૂપીયા મળે તેનો તુરતજ ભાગ પાડી તેઓ વીખેરાઇ જતા હોય છે. આ બનાવમાં આરોપી બહેન મીરા, સુમન, સંગીતા તથા જીજાબાઇ ચારેય મહીલા આરોપીઓ નાગરીક બેન્ક ચોક ખાતે ચોરી કરવાની વેતમાં હતા તે દરમ્યાન ફરીયાદી વૃધ્ધા હાથમાં રહેલ કાપડની થેલી જોઇ જતા ફરીયાદી વૃધ્ઘા બસમાં બેસતા પાછળ પાછળ આ ચારેય આરોપી બહેનો પણ બસમાં ગયેલ અને આરોપીએ ફરિયાદી બહેનના હાથમાં રહેલ કાપડની થેલીમાં રહેલ સોના-ચાંદીના દાગીનાનો ડબ્બો નજર ચુકવી કાઢી લીધેલ અને તુરતજ નીચે ઉતરી અને ચારેય આરોપી મહીલાઓ નાશી ગયેલ હતી.

અન્ય સમાચારો પણ છે…