અરવલ્લી (મોડાસા)24 મિનિટ પહેલા
રાત્રીના સમયે વાહનોની તેજ રફતાર અને બેદરકારીના કારણે કેટલાય અકસ્માતો થતા હોય છે. જેમાં કેટલાય લોકોના જીવ પણ ગયા છે. એનું કારણ રાત્રીના સમયે વાહનોની પાછળના ભાગે રીફલેક્ટર કે રેડિયમ પટ્ટીનો અભાવ હોય ત્યારે આવા સમયે અકસ્માત થતો હોય છે. આવા અકસ્માતને રોકવા ભિલોડા પોલીસે ઉત્તમ કામગીરી હાથ ધરી છે.

લોકોએ ભિલોડા પોલીસને અભિનંદન પાઠવ્યા
અરવલ્લી જિલ્લામાં રાત્રીના સમયે રેડિયમ પટ્ટી કે રીફલેક્ટર વગર અસંખ્ય અકસ્માતો થયા છે. ત્યારે આ અકસ્માતોમાં વાહન માલિકોની પણ બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે ભિલોડા પોલીસ દ્વારા આવા અકસ્માતો નિવારવા માટે તમામ નાના મોટા વાહનોને રોકી જે જે વાહનોના પાછળના ભાગે કોઈ રીફલેક્ટર કે રેડિયમ પટ્ટી નથી, એવા વાહનોને રોકી રેડિયમ પટ્ટી લગાવી. જેના કારણે રાત્રીના સમયે અકસ્માતમાંથી બચી શકાય. આવું ઉત્તમ સરાહનીય કાર્યથી ભિલોડા નગર અને આસપાસના તમામ પ્રજાજનોમાં પણ ખુશી વ્યાપી છે અને ભિલોડા પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

