વિરાટ કોહલી અને ઈશાન કિશને શાનદાર ઈનીંગ રમીને ભારતીય ટીમને મજબૂત સ્કોર પર લાવી દીધુ હતુ. બંનેની રમતને લઈ ભારતે 8 વિકેટે 409 રન ખડકી દીધા હતા.

Virat Kohli એ ભાંગડા કરી જશ્ન મનાવ્યો
બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ બંને વન ડે મેચમા ભારતીય ટીમે ભલે નબળુ પ્રદર્શન કરીને નિરાશ કર્યા હોય પરંતુ અંતિમ વન ડે મેચમાં ચાહકોને પુરુ મનોરંજન કરાવી દીધુ છે. વિરાટ કોહલી અને ઈશાન કિશનની રમતે મોજ કરાવી દીધી છે. ઈશાન કિશને શાનદાર બેવડી સદી નોંધાવી છે. જ્યારે વિરાટ કોહલીએ સદી નોંધાવી હતી. બંનેની રમતને પગલે ભારતે નિર્ધારિત ઓવરના અંતે 400 થી વધુ રનનો સ્કોર ખડકી દીધો છે.
35 મી ઓવરમાં ઈશાન કિશને સિંગલ રન દોડીને લેતા જ વિરાટ કોહલી પિચ પર જ ભાંગડા કરવા લાગ્યો હતો. જાણે કે તે ઈશાનના 200 રનનો સ્કોર પુરો થવાની રાહ જોઈ રહ્યો હતો. જેવી બેવડી સદી પુર્ણ થઈ કે કોહલી એ હેલ્મેટ ઉતારીને ભાંગડા કરવા લાગ્યો હતો. ઈશાન અને કોહલીના ભાંગડા જોઈને દર્શકોને મોજ પડી ગઈ હતી.
પ્રથમ સદીને બેવડી સદીમાં બદલી
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માને આંગળી પર ઈજા થવાને લઈ તેને આરામ પર મોકલવામાં આવ્યો હતો. જેના સ્થાન પર ઓપનર તરીકે ઈશાન કિશનને પસંદ કરવામાં આવ્યો હતો. ઈશાને તેને મળેલી તકનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો. અગાઉ તે ભારતીય ટીમનો હિસ્સો હતો. પરંતુ તેને નબળા ફોર્મને લઈ તક આપવામાં આવી રહી નહોતી અને એવા સમયે તેને મોકો મળતા તેણે જબરદસ્ત રમત વડે બેવડી સદીની ઈનીંગ રમી હતી.
131 બોલમાં 210 રનની તેની ઈનીંગ દરમિયાન 24 છગ્ગા અને 10 છગ્ગા જમાવ્યા હતા. ઈશાનની બેવડી સદી વખતે ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પણ તેની સાથે પિચ પર મોજુદ હતો. શિખર ધવને ઝડપથી વિકેટ ગુમાવતા કોહલી પિચ પર આવ્યો હતો. ઈશાન અને કોહલીએ મળીને ટીમના સ્કોરબોર્ડને આગળ વધાર્યુ હતુ. આ વેળા ઈશાન બેવડી સદીની નજીક પહોંચતા જ કોહલી તેની સિદ્ધી હાંસલ થવાની રાહ જોવા લાગ્યો હતો અને જેવો સિંગલ રન દોડી બેવડી સદી પુરી કરતા જ પિચ પર ભાંગડા શરુ કરી દીધા હતા. બંને ની ખુશી જોઈ ચાહકો પણ આનંદ લેવા લાગ્યા હતા.
200 માટે @ishankishan5 🎉 કિશન સરસ રમ્યો
VIRAT KOHLI❤️ દ્વારા ભાંગડાની ઉજવણી@imVkohli #વિરાટકોહલી pic.twitter.com/jPpbAorCvy
— નમન (@NamanMiglani1) 10 ડિસેમ્બર, 2022