Tuesday, December 6, 2022

નર્મદામાં સ્ટ્રોંગરૂમની બહાર અપક્ષ ઉમેદવારના ડેરા તંબુ | An independent candidate's tent outside the strongroom in Narmada

રાજપીપળા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઇવીએમમાં છેડછાડ થવાની બીકથી સ્વખર્ચે સીસીટીવી પણ મુકાવ્યાં

નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મતદાન થઇ ગયા બાદ હવે તેમને ભાજપ ઇવીએમમાં છેડછાડ કરાવે તેવો ભય સતાવી રહયો હોવાથી તેમણે રાજપીપળા ખાતે ઉભા કરાયેલાં સ્ટ્રોંગરૂમની બહાર જ ડેરાતંબુ તાણી સીસીટીવી કેમેરા લગાવી દીધાં છે.

ગુજરાત અને ભારત દેશ ભરમાં કિસ્સો નહિ બન્યો એવો કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે. નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની વાતો કરતા તંત્ર પર ઉમેદવારના ટેકેદારોને વિશ્વાસ રહયો નથી. રાજપીપલા ખાતે અપક્ષ ટેકેદારોએ EVM સ્ટ્રોંગરૂમની બહાર તંબુ તાણી દીધાં છે.

નર્મદા જિલ્લાની નાંદોદ વિધાન સભા બેઠક માટે આ વખતે ભાજપે મહિલા ઉમેદવાર ડો.દર્શનાદેશમુખ ને ટિકિટ આપતા ભાજપ ના જ પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હર્ષદ વસાવા એ અપક્ષ ઉમેદવારી કરી છે. સરકારી તંત્ર અન્ય પક્ષના ઇશારે કોઈ EVM માં છેડછાડ ના કરી શકે એ માટે તેમને વહીવટી તંત્રને રજૂઆત કરી જાતે નિરીક્ષણ રાખાવાની મંજૂરી માંગી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ એક વ્યક્તિ સ્ટ્રોંગ રૂમ બહાર રહી શકે તેમ જણાવતાં ટેકેદારોને નવો માર્ગ અપનાવ્યો છે. સ્ટ્રોંગરૂમ કે જયાં ઇવીએમ રાખવામાં આવ્યાં છે તે છોટુભાઈ વ્યાયામ પ્રચારક મંડળની કોલેજના કમ્પાઉન્ડ બહાર મંડપ લગાવી સીસીટીવી કેમેરા લાગવી રાત દિવસ નિગરાની કરી રહ્યા છે. રાત્રે ચાર થી પાંચ લોકો વારાફરથી રાત્રી રોકાણ કરે છે. ત્યારે તંત્ર પણ આ બાબતે સજાગ બન્યું છે.

કાળા કાચવાળી શંકાસ્પદ ગાડીઓની અવરજવર રહે છે
અમારી નજર સામે આ મેદાન અને સ્ટ્રોંગ રૂમ રહે એવી વ્યવસ્થા કરી છે. કેટલીય કાળા કાચવાળી ગાડીઓ તથા નંબર પ્લેટ વગરની ગાડીઓને પોલીસ રોકટોક વિના અંદર જવા દઇ રહી છે. જ્યાં સુધી સ્ટ્રોંગ રૂમ ખોલી મતગણતરી ચાલુ નહિ થાય ત્યાં સુધી અમે બેસી નિગારની રાખીશું. > પરેશ પટેલ (રાજપીપલા અપક્ષ ટેકેદાર)

અન્ય સમાચારો પણ છે…

Related Posts: