TV9 GUJARATI | સંપાદિત: અવનીશ ગોસ્વામી
આના રોજ અપડેટ કરેલ: ડિસે 15, 2022 | 9:45 AM
IPL 2023 Mini Auction આગામી 23 ડિસેમ્બરે કોચીમાં થનાર છે. આ માટે રજીસ્ટ્રેશન બાદ 405 ખેલાડીઓને શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગ ની આગામી સિઝનને માટે તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. 23 ડિસેમ્બરે કોચીમાં આ માટે મીની ઓક્શન યોજાનાર છે. દેશ અને દુનિયાના 1 હજાર જેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન આઈપીએલનો હિસ્સો થવા માટે કરાવ્યુ હતુ. જેમાંથી 405 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓમાં એવા કેટલાક ઓલરાઉન્ડર્સ છે જે માર્કી પ્લેયર જ માનવામાં આવી રહ્યા છે. જોકે આ વખતે કોઈ માર્કી નથી.

આ વખતે હરાજીમાં ઈંગ્લીશ ઓલરાઉન્ડર્સ પર નજર છે. જેમાંથી એક સેમ કુરન છે. જેની પર મોટા ભાગની ફ્રેન્ચાઈઝીઓ નજર લગાવી બેઠી છે. તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ગત ટી20 વિશ્વકપમાં પોતાની નેશનલ ટીમ ઈંગ્લેન્ડ માટે શાનદાર દેખાવ કર્યો હતો. તેણે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રુપિયા રાખી છે. પરંતુ બેટ અને બોલ બંને વડે કમાલ કરવાની ત્રેવડ ધરાવતા આ ખેલાડીને ખરીદવા ટક્કર જામશે અને ખૂબ પૈસા વરસવાની આશા છે.

સિકંદર રઝા. આ ખેલાડીનુ નામ ખૂબ ચર્ચામાં છેલ્લા કેટલાક સમયથી રહ્યુ છે. ઝિમ્બાબ્વેનો આ ખેલાડી જબરદસ્ત છે અને તેની રમતે સૌને પ્રભાવિત કર્યા છે. તેણે 50 લાખ રુપિયાની બેઝ પ્રાઈસ વડે આઈપીએલ ઓક્શનમાં પોતાનુ નામ મુક્યુ છે. ટી20 વિશ્વકપમાં સૌની નજરમાં રહેલા આ ખેલાડી પર પૈસાનો ધોધ વહી શકે છે અને તેને એક સારુ પ્લેટફોર્મ પોતાની શક્તિ દેખાડવા માટે આઈપીએલના રુપમાં મળી શકે છે.

બેન સ્ટોક્સ. આ ઈંગ્લીશ ખેલાડીને ખરીદવા માટે પણ પડાપડી જોવા મળી શકે છે. ટી20 વિશ્વકપ ચેમ્પિય ટીમને માટે તેણે ખૂબ યોગદાન આપ્યુ છે. તે 2 કરોડ રુપિયાના બેઝ પ્રાઈસ ધરાવે છે. પરંતુ તેના પર બેસ પ્રાઈસનો ગુણાંક થઈ શકે છે.

શાકીબ અલ હસન ભારત સામે હાલમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. તે બાંગ્લાદેશની ટીમનો સુકાની છે. તેણે આઈપીએલમાં હિસ્સો લેવા માટે દોઢ કરોડ રુપિયાની બેઝ પ્રાઈસ રાખી છે. તેને વિશ્વના ટોચના શાનદાર ઓલરાઉન્ડરમાંનો એક ગણવામાં આવે છે.

તોફાની રમત બેટ વડે દર્શાવી શકે છે, હુમલાખોર બેટ્સમેન લાંબા છગ્ગા પણ સરળતાથી લગાવી જાણે છે. આ માટે આ વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી જાણિતો છે. નામ છે. ઓડિયન સ્મિથ. આ ઓલરાઉન્ડર 140ની ગતિએ બોલીંગ પણ કરે છે અને તેણે આઈપીએલમાં હિસ્સો લેવા માટે 50 લાખ રુપિયા બેઝ પ્રાઈસ રાખી છે.

પૈસાનો વરસાદ વરસવાનો લાભ ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ લઈ શકે છે. કેમરુન ગ્રીન આ એક નામ છે કે જેની પર પણ ખૂબ પૈસા વરસતા જોવા મળી શકે છે. તેણે આ વર્ષે ટી20 ફોર્મેટમાં કમાલની રમત દર્શાવી છે. તે ભારત પ્રવાસ દરમિયાન પણ ટી20 ફોર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી ચુક્યો છે.