કેન વિલિયમસને ન્યુઝીલેન્ડને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિશ્વ વિજેતા બનાવ્યુ હતુ. હવે 32 વર્ષીય વિલિયમસને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

Kane Williamson એ ટેસ્ટ ટીમ કેપ્ટનશિપ છોડી
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમથી સમાચાર આવી રહ્યા છે કે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કેન વિલિયમસને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. 32 વર્ષીય કેન વિલિયમસને આ નિર્ણય પાકિસ્તાન પ્રવાસ માટેની ટીમની પસંદગી પહેલા જ ટેસ્ટ ટીમનુ સુકાન છોડી દેવા માટે જણાવ્યુ છે. ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ વતી પાકિસ્તાનમાં સુકાન સંભળાવની જવાબદારી હવે ટિમ સાઉથીને મળનારી છે. ન્યુઝીલેન્ડની ટીમ આગામી 26 ડિસેમ્બરથી પાકિસ્તાન પ્રવાસની શરુઆત ટેસ્ટ ક્રિકેટથી કરનાર છે.
વિલિયમસન ન્યુઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટની ટીમ માટે કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો. જ્યારે તેને ટિમ સાઉથી અને લાથમ તેને ડેપ્યુટી તરીકે સાથ આપી રહ્યા હતા. પરંતુ હવે ટેસ્ટ કેપ્ટનશિપની જવાબદારી તેના ઉપકપ્તાન ટિમ સાઉથીને મળશે. વિલિયમસને ન્યુઝીલેન્ડને 2021માં આઈસીસ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપને જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ તેના માટે મોટી સિદ્ધી હતી. ભારત સામે ફાઈનલમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી.