Wednesday, December 7, 2022

જાણો ધનુર્માસ ઉત્સવમાં જગતમંદિરના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા | Know the entire program of Jagatmandir in Dhanurmas festival

દ્વારકા ખંભાળિયા25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આવતા દિવસોમાં ધનુર્માસ ઉત્સવમાં જગતમંદિરના કાર્યક્રમમાં નિત્યક્રમના સમયમાં ફેરફાર રહેશે. દ્વારકા જગતમંદિરમાં દરરોજ સ્થાનિક તથા બહારગામથી મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ દર્શનાર્થે આવતો હોય છે. તેમને સુચારૂરૂપે દર્શન થાય તેવા ઉમદા હેતુથી દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવનારા દિવસોમાં ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં થવાના ફેરફારનો સમય દર્શાવવામાં આવ્યો છે.

જગતમંદિરના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા

  • તા. 20.12.22 ના મંગળવારના ધનુર્માસના રોજ મંગળા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.
  • તા. 03.01.23 ના મંગળવારના ધનુર્માસના રોજ મંગળા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.
  • તા. 10.01.23 ના મંગળવારના ધનુર્માસના રોજ મંગળા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.
  • તા. 12.01.23 ના ગુરૂવારના ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.

આ ધનુર્માસ ઉત્સવ દરમિયાન જગતમંદિરનો દર્શનનો સમય રહેશે.

અન્ય સમાચારો પણ છે…