Tuesday, December 6, 2022

બાઈક સ્લીપ થતાં લાખણીના યુવકનું કમકમાટીભર્યું મોત | Lakhni's youth died tragically after his bike slipped

પાલનપુર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ડીસાના ગોઢા નજીક ગાય આડે આવતા અકસ્માત

ડીસા તાલુકાના ગોઢા નજીક હાઇવે ઉપર અચાનક ગાય આડે આવી જતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં લાખણીના યુવકનું મોત થયું હતું. મામા તેમના ભાણેજને ઘરે મૂકવા જતા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે રહેતા જગદીશભાઈ બચુભાઈ પરમાર તેમના ભાઈના બાઇક નંબર જીજે. 8. સીઇ.4544 લઈ ડીસા નજીક તેમના ભાણેજ લાખણીના ભરતભાઈ મણાભાઈ પરમાર (ઉ.વ.20) ની દુકાને નાસ્તો લેવા આવ્યા હતા. જ્યાંથી ભરતભાઈએ લાખણી મુકવા આવવાનું કહેતા જગદીશભાઈ બાઈક ઉપર તેમને બેસાડી ગોઢા ગામની સીમમાં પસાર થઈ રહ્યા હતા.

ત્યારે હાઇવે ઉપર અચાનક ગાય આડી આવી જતા બાઇકને બ્રેક મારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બાઈક સ્લીપ થતાં ભરતભાઈ પરમાર અને બંને જણા નીચે પટકાયા હતા. જેમાં ભરતભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. જેમને ડીસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: