Wednesday, December 14, 2022

ગોધરા L.C.B.એ ભૂગર્ભમાં ઉતરી ગયેલા શહેજાદ ભીમલાને દબોચી પાડ્યો; ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવના | Godhra LCB nabs Shahejad Bhimla who went underground; Shocking secrets are likely to come out

પંચમહાલ (ગોધરા)26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતની 31 જિલ્લાઓની “ગેરી”ની સરકારી કચેરીઓના અધિકારીઓની સહીઓ સાથે બોગસ સિક્કાઓના આધારે સરકારી બાંધકામો અને રસ્તાઓની ગુણવત્તાઓના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો તૈયાર કરવાના મહા કૌભાંડની ટીમમાં સામેલ ગોધરાના ભેજાબાજ શહેજાદ ભીમલાને ગોધરા એલ.સી.બી.એ ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો.

અદાલત સમક્ષ આરોપીને હાજર કરીને ત્રણ દિવસોના પોલીસ રીમાન્ડ મંજુર થતા ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટોના ચોંકાવનારા કાંડના ઘણાં બધા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. કારણ કે શ્રી હરી ટેસ્ટીંગ લેબોરેટરીમાં નોકરી કરતાં ભેજાબાજ શહેજાદ મહંમદહનીફ ભીમલાએ સરકારી બાંધકામો અને રસ્તાઓની કામગીરીઓના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો કયા ઈજારદાર ચહેરાઓ માટે બનાવ્યા તેનો ખુલાશો થશે. પોલીસ તંત્રની તપાસ દરમિયાન રહસ્યો બહાર આવવાની શક્યતાઓથી ભલભલા ઈજારદારના ચહેરાઓ અંદરખાને ફફડી ઉઠ્યા છે, પરંતુ ગેરી કચેરીના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટોના આધારે ઈજારદારોના કરોડો રૂપિયાના બિલો મંજૂર કરનારા બાંધકામ વિભાગના સત્તાધીશોના વહીવટો પણ આશંકાઓના દાયરામાં આવે એમ છે.

મિહિર શાહ હજુ પણ ભૂગર્ભમાં રહીને પોલીસ પકડથી દૂર છે. જો કે ગોધરા એલ.સી.બી. શાખાએ શહેજાદ ભીમલાને અદાલત સમક્ષ હાજર કરીને પોલીસ રીમાન્ડની માંગણી કરતા અદાલત દ્વારા ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી રાજ્યવ્યાપી મહાકૌભાંડમાં સામેલ ભલભલા ઈજારદારોના ચહેરામાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.!!

અન્ય સમાચારો પણ છે…

Related Posts: