Thursday, December 15, 2022

પ્રેમ દરવાજા પાસે રાત્રે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં | Massive fire in plastic godown near Prem Darwaja at night, no casualty

અમદાવાદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી અને એકથી બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી આ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી. આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.

ફાયર બ્રિગેડ ના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે પ્રેમ દરવાજા પાસે આવેલા બાબાના ડેલામાં પ્લાસ્ટિકના ગોડાઉન માં આગ લાગવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ટીમો ત્યાં પહોંચી હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાથી આગ ઝડપથી આગળ વધી હતી. જેને કાબૂમાં લેવા ચારેય તરફથી પાણીનો મારો લાવવામાં આવ્યો હતો. એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેમ જ આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે…