પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાના આયોજનની મીટીંગ મળી; વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઈ | A meeting was held to plan Congress' Bharat Jodo Yatra in the rural areas of Panchmahal; Various programs were discussed
પંચમહાલ (ગોધરા)10 મિનિટ પહેલા
- કૉપી લિંક
આગામી જાન્યુઆરી 2023થી પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પ્રેરિત ભારત જોડો યાત્રા શરૂ થશે. જે અંતર્ગત ‘હાથે સે હાથ જોડો’ જન સંપર્ક કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભારત જોડો યાત્રાને અનુસંધાને ચર્ચા
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થનાર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પ્રેરિત ભારત જોડો યાત્રા અંતર્ગત ‘હાથે સે હાથ જોડો’ જન સંપર્ક કાર્યક્રમમાં સુચારું અમલ અંગે અને પૂર્વ આયોજનની મીટીંગમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા પૂર્વ સાંસદ ડૉ.પ્રભા તાવિયાડની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીના અધ્યક્ષ સ્થાને ગોધરા ખાતે પંચમહાલ કોંગ્રેસ સમિતિના કાર્યાલયના તમામ તાલુકા શહેર અને કોંગ્રેસના પ્રમુખ, સેલ સંગઠન ઓર્ગેનાઈઝેશનના આગેવાનો, જિલ્લા તાલુકા કોંગ્રેસના આગેવાનો, વિધાનસભામાં ચૂંટણી લડેલા ઉમેદવારોની ઉપસ્થિતિમાં ભારત જોડો યાત્રાને અનુસંધાને જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું
વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા, પૂર્વ સાંસદ ડો. પ્રભા તાવિયાડે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
Post a Comment